ગુજરાતમાં સૌથી મોટી ટક્કર હોય તો ભરૂચ લોકસભાની બેઠક પર છે. ભાજપ 26માંથી 26 બેઠકો જીતવા માગે છે પણ અહીં રસાકસી જામવાની છે. ભાજપ પાસે 7 વિધાનસભા સીટ હોવા છતાં ભાજપ અહીં ચૈતર વસાવાનો સામનો કરી રહ્યું છે. ભાજપે શામ દામ અને દંડ ભેદમાં માહેર પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને અહીંની જવાબદારી સોંપી છે. પ્રદિપસિંહ સારી રીતે જાણે છે કે એક ઉમેદવારને કઈ રીતે ટેકલ કરવો… ગુજરાતમાં ભાજપ 26માંથી 26 બેઠકો જીતવા માગે છે. કોંગ્રેસ અને આપે આ બેઠક પર ગઠબંધન કર્યું છે પણ સ્થાનિક સ્તરે કોંગ્રેસમાં આ ગઠબંધન સામે નારાજગી છે.
અમારી યુટ્યુબ ચેનલ ચેનલને subscribe કરવા વિનંતી – https://www.youtube.com/@nationgujarat
ગુજરાતમાં આ બેઠક પર થશે સૌથી મોટી ટક્કર!
ભરૂચ લોકસભામાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધો જંગ જામશે, બંને પક્ષે પ્રચાર પસાર શરૂ કરી દીધા છે. લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ હવે ઉમેદવારો મેદાનમાં પણ ઉતરી ગયા છે. ભાજપે અહીં મનસુખ વસાવાને ફરી રીપિટ કર્યા છે, આ સાથે ચૈતર વસાવાનો તોડ કાઢો લીધો છે. ચૈતર વસાવા જેની આંગળી પકડીને રાજકારણમાં આવ્યા છે એ મહેશ વસાવા હવે ભાજપમાં છે.
રાજકારણના પાઠ ભણાવી તૈયાર કર્યો-
ડેડિયાપાડાના એક સમયના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ગઈકાલે જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીના વિકાસના કામ જોઈ ભાજપમાં જોડાયો છું, અમારી બીટીપી મનસુખભાઇ વસાવા માટે તન મન ધનથી કામ કરશે. ઇન્ડિયા ગઠબંધનનો ઉમેદવાર મારો પી.એ. હતો મારી સાથે સંકલનથી લઈને તમામ મિટિંગોમાં પણ લઇ જતો હતો. જેને રાજકારણના પાઠ ભણાવી તૈયાર કર્યો ટિકિટ આપવાનું પણ કહ્યું પણ તેને જવું જ હતું અમારી પીઠ પાછળ ખંજર ભોંકી ને જતો રહ્યો. વિભીષણ છે ગદ્દાર છે…જો અમારી સાથે આવો વિશ્વાસ ઘાત કર્યો છે તો પ્રજા સાથે શું વિશ્વાસની કામગીરી કરશે.? બધા પોતાના સ્વાર્થ માટે દોડે છે પણ મને વિશ્વાસ છે. જે દિવસે લોકસભાનું પરિણામ આવશે એ દિવસે બધા ઘરભેગા થઈ જવાના છે. આમ ચૈતર વસાવા પર મહેશ વસાવાએ સીધા પ્રહાર કર્યા હતા. જોકે, મહેશ વસાવા ભલે ભાજપમાં જોડાઈ ગયા છે પણ એમના પિતા છોટુ વસાવા આ નિર્ણયને લઈને ભારે નારાજ છે.
મનસુખભાઇ ખરો હીરો છે જે શોધતા પણ નહિ મળે-
ભરૂચ લોકસભામાં ડેડીયાપાડા અને સાગબારાના તાલુકાના 2.22 લાખ મતદારો ખૂબ મહત્વના છે. બંને ઉમેદવારો આદિવાસી મતદારોને રીઝવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દેડીયાપાડા ખાતે કાર્યકર્તા સંમેલનમાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મનસુખભાઈ વસાવાના પ્રચાર સમારંભમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યાં હતા. પૂર્વ ગુહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે ભાજપમાં 7 મી ટર્મ માટે ટિકિટ મળવી એ બહુ મોટી વાત છે. સાંસદ મનસુખભાઇ ખરો હીરો છે જે શોધતા પણ નહિ મળે, નરેન્દ્રભાઈ મોદી જયારે ટિકિટ આપે તો ટકોરો મારી મારીને ચેક કરીને આપે છે.
મનસુખભાઇ વસાવાએ કહ્યું કે મારી સામે ગમે તેમ બેફામ બોલે છે એટલે કહી રહ્યો છું કે ભાઈ તે વન કર્મીઓને માર્યા વન કર્મીઓએ ફરિયાદ કરી તને નામદાર કોર્ટે શરતી જમીન પર મુક્ત કર્યો વધારે બેફામ બોલશે તો કોર્ટ મંજૂરી આપશે પણ નહિ, ડેડીયાપાડા સાગબારના મતદારો ખબર પાડશે. ગઈ ચૂંટણીમાં તો છેતરી ને મત લઇ ગયા છે હવે જાગૃત થયા છે.
ભાજપ 35 વર્ષથી સત્તામાં છે-
ભરૂચ લોકસભા બેઠક 1989થી ભાજપ પાસે છે. પાર્ટી છેલ્લા 35 વર્ષથી સતત આ સીટ જીતી રહી છે. આદિવાસી નેતા મનસુખ વસાવા અહીંથી સતત છઠ્ઠી વખત સાંસદ છે. હવે અહેમદ પટેલના સંતાનોને સાઈડલાઈન કરી કોંગ્રેસે આ બેઠક આપને આપી દીધી છે. ભરૂચ લોકસભા બેઠક પરથી જ્યાં મુમતાઝ પટેલે અને ફૈઝલે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તેઓએ પ્રચાર પણ શરૂ કર્યો હતો પણ હવે આ સીટ આપને ફાળે ગઈ છે. સ્થાનિક કોંગ્રેસે પણ આ સીટ આપને ન સોંપવા કરેલી રજૂઆતોને સાઈડલાઈન કરી છે. હવે સવાલ એ છે કે સ્થાનિક કોંગ્રેસ અને અહેમદ પટેલનો પરિવાર આ સીટ પર આપને મદદ કરશે કે કેમ? સ્થાનિક કોંગ્રેસને આપને મદદરૂપ ના થાય તો આ સીટ પર ગઠબંધનનો કોઈ મતલબ નથી.
ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પર ભાજપનો કબજો છે. વરિષ્ઠ આદિવાસી નેતા મનસુખ વસાવા અહીંથી સાંસદ છે. આ બેઠક હવે આમ આદમી પાર્ટીને આ ભેટમાં ધરી દેવાઈ છે. આપના સંદીપ પાઠકે એડવાન્સમાં જાહેરાત કરી દીધી છે કે ગુજરાતમાં પહેલી લોકસભા બેઠક ભાજપ ચૈતર વસાવા સામે હારી રહી છે. ભાજપ માટે પણ આ નાકનો સવાલ છે.
કોંગ્રેસના પ્રભુત્વવાળી બેઠક હાલમાં ભાજપનો ગઢ
લોકસભાની ચૂંટણી પહેલા ભરૂચ બેઠક ચર્ચામાં આવી છે. કોંગ્રેસના ચાણક્ય ગણાતા અહેમદ પટેલે ખૂબ નાની ઉંમરે આ બેઠક જીતીને હેટ્રિક ફટકારી હતી, પરંતુ 1989ની ચૂંટણીમાં ભાજપની હાર બાદ તેઓ ફરીથી રાજ્યસભામાં ચૂંટાવા લાગ્યા હતા. ભરૂચ એ ગુજરાતની એક બેઠક છે જે હિન્દુત્વના ગઢના કેન્દ્ર તરીકે જોવામાં આવે છે. ભરૂચમાં 1984થી ભાજપે માત્ર લોકસભાની બેઠક જ નહીં પરંતુ વિધાનસભાની બેઠકો પર પણ પ્રભુત્વ જમાવ્યું છે પરતું આ લોકસભામાં માહોલ થોડો અલગ છે. જેનો ડર ભાજપને પણ છે. આમ છતાં પાર્ટીએ દરેક બેઠક 5 લાખની લીડથી જીતવાના સંકલ્પ સાથે ચૂંટણી મેદાનમાં ઝંપલાવી દીધું છે.