શારિરીક રીતે સક્ષમ નથી તેમ છતાં પણ પોતાના દૃઢ અને મક્કમ વિશ્વાસથી આપે છે બોર્ડની પરિક્ષા

By: nationgujarat
14 Mar, 2024

નવસારી રાજ્યભરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું શરૂઆત થઇ ચુકી છે. આવામાં કેટલાક પરીક્ષાર્થીઓ એવા પણ છે કે જેઓ શારિરીક રીતે સક્ષમ નથી તેમ છતાં પણ પોતાના દૃઢ અને મક્કમ મનોબળથી પોતાના ભવિષ્ય ઘડતરની કેડીએ પાપા પગલી માંડી જીવનરૂપી સમુદ્રને ખેડવા નિકળ્યા છે.

નવસારી ની આવી જ કહાની છે કઇ નવસારીની ભૂમિ દેશમુખની. તેઓ શરીરથી 70 ટકા દિવ્યાંગ છે અને કમરથી નીચેનો ભાગ કાર્યરત નથી. આ ઉપરાંત શરીરના અંગો પણ નાના છે. તેમ છતાં પણ તેણી જીવનમાં કઇક કરવાની જીદે આગળ વધી રહી છે. નવસારીના અડદા ગામે રહેતી ભૂમિ દેશમુખ ઇટાળવાની આર.કે.જી હાઇસ્કૂલમાં ધોરણ-12માં અભ્યાસ કરે છે. તેમના પિતા રોહિતભાઇ અને મોટાભાઇ હર્ષિલ વાયરમેનનું કાર્ય કરે છે અને માતા ગૃહિણી છે. ભૂમિથી ચાલી શકાય તેવી સ્થિતિ ન હોય તેમને દરરોજ નોકરી જતા પિતા રોહિતભાઇ તેમને શાળાએ મૂકી જાય અને માતા વાસંતીબેન તેમને શાળા છુટે એટલે લઇ આવે. હાલ ખડસૂપા ખાતે ધોરણ-12 આર્ટ્સની પરીક્ષા આપી રહી છે. પરીક્ષા દરમિયાન પણ તેમના પિતા ભૂમિને બાઇક પર આગળના ભાગે પેટ્રોલની ટાંકી પર બેસાડીને પરીક્ષા ખંડ સુધી મુકવા જાય છે. ભૂમિ ધોરણ-10ની પરીક્ષામાં પ્રથમ પ્રયાસમાં અંગ્રેજી વિષયમાં નાપાસ થઇ હતી. જોકે પાસ થવાની અને ભણવાની જીદે તેણીએ ફરીથી જુલાઇમાં પરીક્ષા આપી 50 ટકા સાથે ઉતિર્ણ થઇ હતી. પોતાની દિકરીને ભણીને આગળ વધી જીવનમાં સિદ્ધિ મેળવવાની ધગસ હોય તેમનો સમગ્ર પરિવાર તેણીના સ્વપ્નને પુર્ણ કરવા પુરતો સહયોગ આપી રહ્યો છે. સામાન્ય રીતે આજના વિદ્યાર્થીઓ સોશિયલ મિડીયા અને હરવા-ફરવામાં અભ્યાસને પુરતુ મહત્વ નથી આપી રહ્યાં ત્યારે ભૂમિ જેવા વિદ્યાર્થીઓનો સંઘર્ષ સામાન્ય વિદ્યાર્થીઓ માટે ઉદાહરણ સમાન છે. ભૂમિને જેટલુ ભણવું હશે તેટલુ ભણાવીશું.. ભૂમિને શિક્ષણ પ્રત્યે ખૂબ જ પ્રેમ છે. તેણીએ ભણીગણીને આગળ વધવું છે. અમે તો તેને કીધુ જ છે કે તારે જ્યાં સુધી અને જેટલુ ભણવુ હોય તેટલુ ભણજે અમે તને ભણાવીશું.


Related Posts

Load more