ભાજપે ગુજરાતના 7 ઉમેદવારના નામ જાહેર

By: nationgujarat
13 Mar, 2024

લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ ભાજપ તેના તમામ ઉમેદવારોની જાહેરાત કરવા માંગે છે. આથી ઉમેદવારોના નામ પર ઝડપથી મંથન કરવામાં આવી રહ્યું છે. ભાજપે એક યાદી જાહેર કરી છે, જેમાં 195 ઉમેદવારોના નામ સામેલ છે. હવે પાર્ટીએ બીજી યાદી જાહેર કરી છે. જેમાં 72 ઉમેદવારોનો સમાવેશ થાય છે.

ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમાં અનુરાગ ઠાકુરને હિમાચલના હમીરપુરથી ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય ઉત્તર મુંબઈથી કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનું નામ પણ યાદીમાં છે. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનું નામ પણ આ યાદીમાં છે, જે કરનાલ સીટ પરથી ચૂંટણી લડશે. યાદીમાં 10 રાજ્યોના 72 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

ભાજપની બીજી યાદી જાહેર

  • સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરને ટિકિટ
  • અમદાવાદ પૂર્વથી  હસમુખ પટેલને ટિકિટ
  • ભાવનગરથી ભાજપ  નિમુબેન બાંભણિયા
  • વડોદરાથી રંજનબેન ભટ્ટને ટિકિટ મળી
  • સુરતથી મુકેશ દલાલને ટિકિટ
  • છોટાઉદેપુરથી જશુભાઈ રાઠવાને ટિકિટ
  • વલસાડથી ધવલ પટેલને ભાજપે આપી ટિકિટ

ઉલ્લેખનિય છે કે,સાબરકાંઠા, ભાવનગર, છોટાઉદેપુરમાં  અને  સુરત, વલસાડના સાંસદની ટિકિટ કપાઇ છે. તો અમદાવાદ પૂર્વ અને વડોદરાના સાંસદને  રિપીટ કરવામાં આવ્યાં છે. દાદરાનગર હવેલીથી કલાબેન ડેલકરને  ટિકિટ આપી છે.અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને પણ  રિપીટ કરવામાં આવ્યા છે.

 


Related Posts

Load more