સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ – મણીનગર અમદાવાદ ખાતે ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા સોમવારથી પ્રારંભ થઈ રહી છે તે નિમિત્તે સૌ વિદ્યાર્થીઓએ શ્રી સ્વામિનારાયણ ભગવાન, સમક્ષ પ્રાર્થના કરી સમૂહ આરતી કરી હતી. અને સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે દરેક વિદ્યાર્થીઓને દિવ્ય આશીર્વાદનો પત્ર અને પરીક્ષામાં લખવા માટે પેન અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમ વત્સલદાસજી એ જણાવ્યું હતું કે, સર્વ વિદ્યાર્થીઓની પરીક્ષા સારી રીતે પસાર થાય એટલા માટે મેં ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. જીવનમાં કોઈપણ સિદ્ધિને માટે બે વસ્તુની જરૂર પડે છે. પુરુષાર્થ અને પ્રાર્થના .
તેથી દરેક વિદ્યાર્થીઓએ તમે એક વર્ષ દરમિયાન જે મહેનત કરી છે .તેનું શ્રી સ્વામિનારાયણ ભગવાન તમને ફળ અવશ્ય આપશે તેવો તમે આત્મવિશ્વાસ રાખજો.. પરીક્ષામાં હિંમત અને વિશ્વાસ રાખવાથી સફળતા મળે છે.