સેલિબ્રિટી શેફ રણવીર બ્રારની દુબઈમાં પહેલી રેસ્ટોરાં કશ્કન એક ખાસ ડિશના કારણે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ છે. લાકડાના બોક્સમાં એક બાઉલમાં દાળ પીરસવામાં આવે છે અને આ દાળમાં 24 કેરેટ સોનાના પાવડરનો તડકો મિક્સ કરવામાં આવે છે. આ સોનાનાં તડકાવાળી દાળનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. ‘દાળ કશ્કન’ના નામથી ઓળખાતી આ ડિશ રેસ્ટોરાંના વિશિષ્ટ ખાદ્ય પદાર્થોમાંથી એક છે અને તેની કિંમત 58 દિરહમ (લગભગ ₹ 1,300) છે.
‘દાળ કશ્કન’નો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં રેસ્ટોરાંનો વેઇટર એક બાઉલમાં રાખેલા સોનાનાં પાવડરને બતાવે છે. પછી તે તેને દાળમાં મિક્સ કરે છે. જે પ્રીમિયમ મસાલા અને ઘી સાથે તૈયાર કરવામાં આવે છે. આ ડિશને એક લાકડાના બોક્સમાં પીરસવામાં આવે છે. વેઇટર ગ્રાહકને આ ડિશની ખાસિયત પણ જણાવે છે.
રણવીર બ્રારના દુબઈ સ્થિત રેસ્ટોરાંમાં પીરસવામાં આવી રહેલી દાળ
આ 24k ગોલ્ડ દાળનું નામ કશ્કન દાળ છે. આ દાળ ખાસ પ્રીમિયમ મસાલા અને શુદ્ધ ઘી સાથે સોનાના તડકા સાથે બનાવવામાં આવે છે. આ દાળને પીરસવાની રીત પણ ખૂબ જ ખાસ છે. આ દાળને એક લાકડાના નાના બોક્સમાં પીરસવામાં આવે છે. આ ખાસ ફ્યૂઝન પાછળ કોઈ અન્ય નહીં પરંતુ ફેમસ માસ્ટરશેફ રણવીર બ્રારનું દિમાગ છે. કશ્કન તેની દુબઈમાં આવેલી રેસ્ટોરાં છે. એવામાં કહેવાય છે કે દરેક ફ્યૂઝન અને ચમક એક કહાની દર્શાવે છે. આ ડિશ ભારત અને દુબઈની બોર્ડર વચ્ચેના અંતરને ઘટાડે છે. આ ડિશને બનાવવા પાછળ એક આઈડિયા એ છે કે ભારતીય પકવાનોમાં દુબઈની રિચનેસને મિક્સ કરવું.
કશ્કનની પોપ્યુલર ગોલ્ડ તડકા દાળ
એક બાઉલમાં કશ્કન દાળની કિંમત 1300 રૂપિયા છે. હવે લોકો આ ડિશ સાથે થોડો મજાક પણ એડ કરી રહ્યા છે. થોડાં લોકો તો ગોલ્ડ નગેટ્સની રાહ જોઈ રહ્યા છે. એક યૂઝરે કમેન્ટ કરીને પૂછ્યું કે ભાઈ બોક્સમાં બંધ કરીને આ દાળને કેટલાં વર્ષો માટે પ્રિઝર્વ કરી શકાય છે. જોકે, થોડાં લોકો ગોલ્ડને ખાવા પર સવાલો ઉઠાવી રહ્યા છે. એડિબલ ગોલ્ડને થોડા અમાઉન્ટમાં ગાર્નિંશિંગ અને મિક્સ કરીને કન્ઝ્યુમ કરી શકાય છે. જોકે, તેના ન્યૂટ્રીશનલ ઇમ્પેક્ટ અને લાંબા સમય પર શરીર પર પડતા પ્રભાવને લઇને હજુ સુધી કોઈ પણ અપડેટ સામે આવી નથી.
સોશિયલ મીડિયા પર આવી રહેલી કમેન્ટ્સ
રણવીર બ્રાર, દુબઈ ફેસ્ટિવ સિટી મોલ દ્વારા કશ્કનમાં 24 કેરેટ ગોલ્ડ તડકાવાળી દાળ. આ કેપ્શન સાથે જ્યારે વીડિયો વાઇરલ થયો ત્યારે તેને 8.4 મિલિયન અને 1.8 લાખ વખત જોવામાં આવ્યો છે. એક યૂઝરે લખ્યું- શું બેવકૂફી છે??? બીજાએ કહ્યું, મૂર્ખતાની પરાકાષ્ઠા.
એક અન્ય યૂઝરે કહ્યું, આપણાં શરીરને સોનાની જરૂરિયાત નથી. પાણીનું એક ટીપુ આ સોનાથી 1000 ગણું સારું છે. અન્ય એકે કહ્યું, શું આ દાળ સાથે સર્ટિફિરેટ પણ આપો છો?