ભારત અને પાકિસ્તાન બંને દેશોમાં ક્રિકેટ ખૂબ જ લોકપ્રિય છે. જ્યારે પણ બંને ટીમો વચ્ચે ક્રિકેટ મેચ હોય છે ત્યારે ચાહકો ખૂબ જ ઉત્સાહિત હોય છે. બંને ટીમો વચ્ચે લાંબા સમયથી દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી. હવે ભારત અને પાકિસ્તાન માત્ર ICC ટૂર્નામેન્ટ અને એશિયા કપમાં જ ટકરાતા જોવા મળે છે. T20 વર્લ્ડ કપ 2024 માટે ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. બંને ટીમો વચ્ચે 9 જૂને ન્યૂયોર્કના મેદાન પર મેચ રમાશે. પરંતુ આ પહેલા જ ટિકિટને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.
આ ટિકિટની કિંમત છે
યુએસએ ટુડેના અહેવાલ મુજબ, ટી20 વર્લ્ડ કપ 2024 માટે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટો સ્ટબહબ અને સીટગીક પ્લેટફોર્મ પર ફરીથી વેચવામાં આવી રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની કિંમત 1.86 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. તે ટિકિટોને રિ-સેલ ટિકિટ કહેવામાં આવે છે. જે તમે કોઈપણ અધિકૃત માધ્યમથી ખરીદી છે અને પછી તે ટિકિટ અન્ય પ્લેટફોર્મ પર વેચી રહ્યાં છો. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે ટિકિટના ભાવ આસમાને છે.
ICC અનુસાર, પ્રથમ તબક્કામાં ટિકિટના વેચાણ દરમિયાન, સૌથી ઓછી કિંમત 497 રૂપિયાની આસપાસ હતી અને સૌથી વધુ કિંમત 33148 રૂપિયા હતી. આ કિંમત ટેક્સ વગર રાખવામાં આવી હતી. StubHub પર ભારત અને પાકિસ્તાનની મેચની સૌથી સસ્તી ટિકિટ હાલમાં US$1,259 એટલે કે રૂ. 1.04 લાખ છે. સીટગીટ પર સૌથી મોંઘી ટિકિટની કિંમત 1 લાખ 75 હજાર ડોલર છે. $50,000ની ફી ઉમેરીને, ટિકિટની કુલ કિંમત $2 લાખ 25 હજાર છે. ભારતીય રૂપિયામાં આ રકમ અંદાજે 1.86 કરોડ રૂપિયા છે.
ભારતીય ટીમ ગ્રુપ-એમાં છે:
T20 વર્લ્ડ કપ 2024 અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર રમાશે. આ વખતે T20 વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લઈ રહી છે. ભારતી ટીમને ગ્રુપ-એમાં રાખવામાં આવી છે. તેમાં ભારત ઉપરાંત આયર્લેન્ડ, પાકિસ્તાન, યુએસએ અને કેનેડાની ટીમ સામેલ છે.
ભારતીય ટીમનું સમયપત્રક
5 જૂન – વિ આયર્લેન્ડ, ન્યૂ યોર્ક
9 જૂન – VS પાકિસ્તાન, ન્યૂયોર્ક
જૂન 12 – VS યુએસએ, ન્યુ યોર્ક
જૂન 15 – VS કેનેડા, ફ્લોરિડા