કેન વિલિયમસન માર્ચ 2012 બાદ ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વખત રનઆઉટ થયો હતો. તે છેલ્લી વખત નેપિયરમાં ઝિમ્બાબ્વે સામે આ કમનસીબ ફેશનમાં પેવેલિયન પરત ફર્યો હતો. હવે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે તેની ટક્કર સાથી બેટ્સમેન વિલ યંગ સાથે થઈ હતી. રન ચોરી કરવાનો પ્રયાસ કરતી વખતે કેન વિલિયમસનને ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. હકીકતમાં, ન્યૂઝીલેન્ડનો બેટ્સમેન કેન વિલિયમસન જ્યારે સ્કોર 12-1 હતો ત્યારે બેસિન રિઝર્વમાં વિચિત્ર રીતે રનઆઉટ થયો હતો. બંને બેટ્સમેન બોલર મિચેલ સ્ટાર્ક સામે સિંગલ ચોરી કરવા માંગતા હતા, શોટ રમ્યા બાદ કેન વિલિયમસન બોલને જોઈ રહ્યો હતો અને તે જ બાજુથી દોડી રહેલો યંગ તેની સાથે અથડાઈ ગયો. માર્નસ લાબુશેને, મિડ-ઓફ પર ફિલ્ડિંગ કરી, બોલ સીધો સ્ટમ્પ પર ફેંક્યો અને ઓસ્ટ્રેલિયાને બીજી સફળતા મળી.
સમાચાર લખાય છે ત્યાં સુધી ન્યૂઝીલેન્ડનો આખો દાવ 43.1 ઓવરમાં 179 રનમાં સમેટાઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયાએ તેના પ્રથમ દાવના 383 રનના સ્કોર પર 204 રનની લીડ મેળવી હતી. ન્યુઝીલેન્ડ માટે, ગ્લેન ફિલિપ્સે 70 બોલમાં 71 રનની ઇનિંગ રમી હતી, તેને મેટ હેનરી (34 બોલમાં 42 રન)નો સારો સાથ મળ્યો હતો, જે નવમા નંબરે આવ્યો હતો. ન્યૂઝીલેન્ડના ચાર બેટ્સમેન 0ના સ્કોર સાથે પેવેલિયન પરત ફર્યા હતા. કુલ સાત ખેલાડીઓ બે આંકડા સુધી પણ પહોંચી શક્યા ન હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સ્પિનર નાથન લિયોને સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. આ પહેલા કેમેરોન ગ્રીનની બીજી સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ ખરાબ શરૂઆત છતાં 383 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. કેમરૂન ગ્રીને 174 રનની અણનમ ઇનિંગ રમી હતી. 275 બોલનો સામનો કરીને તેણે 23 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા.
The pressure is on New Zealand after Kane Williamson was run out – the first time in a Test Match since 2012
@BLACKCAPS v Australia: 1st Test | LIVE on DUKE and TVNZ+ pic.twitter.com/S9itasfaDg— TVNZ+ (@TVNZ) March 1, 2024
ફાસ્ટ બોલર મેટ હેનરી અને સ્કોટ કુગેલેઇને ન્યૂઝીલેન્ડ માટે સારું પ્રદર્શન કર્યું હતું. હેનરીએ પાંચ અને કુગેલેઇને બે વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાએ પહાડ જેવો સ્કોર બનાવતા પહેલા 267 રનમાં નવ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ કેમેરોન ગ્રીન અને જોશ હેઝલવુડે 10મી વિકેટ માટે 116 રનની રેકોર્ડ ભાગીદારી કરી હતી. ન્યુઝીલેન્ડ સામે 10મી વિકેટ માટે આ સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ છે. આ પહેલા જેસન ગિલેસ્પી અને ગ્લેન મેકગ્રાએ 2004માં કિવી સામે 10મી વિકેટ માટે 114 રનની ભાગીદારી કરી હતી.