કોંગ્રેસના કદાવર નેતા નારણભાઇ રાઠવા કોંગ્રેસને બાઈ બાઈ કહી કેસરિયો કરતા ભાજપના કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. પાવીજેતપુરના તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ રાઠવાની પોસ્ટ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ છે. પોસ્ટમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે નારણ રાઠવા અને સંગ્રામ રાઠવા બાદ સુખરામ રાઠવા આવી જાય એટલે વર્ષો જૂનું ત્રિપુટી રાજ આવી જશે.
પાવી જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઇ રાઠવાએ રાઠવા ત્રિપુટીને લઈને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા ખળભળાટ મચી જવા પામી છે. છોટાઉદેપુરની રાઠવા ત્રિપુટી સુખરામ રાઠવા, નારણભાઇ રાઠવા, મોહનસિંહ રાઠવાને લઈને સોશિયલ મીડિયામાં બાબુભાઇ રાઠવાએ પોસ્ટ કરી છે. ગઈ કાલે નારણભાઈ રાઠવા અને પુત્ર સંગ્રામસિંહ રાઠવાના ભાજપમાં જોડવાથી કાર્યકરો નારાજ હોવાનું સ્પષ્ટ પોસ્ટમાં જણાય આવે છે. પોસ્ટમાં છોટાઉદેપુરની ત્રિપુટીને જ રાજ કરવાનું ભગવાને વરદાન લખી આપ્યું છે પક્ષ ચાહે ગમે તે હોય તેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં કરી છે.બસ હવે સુખરામ રાઠવા આવી જાય એટલે ફરી વરસો જૂનું ત્રિપુટી રાજ આવી જાય તેવી પોસ્ટ કરી છે. પોસ્ટમાં લખ્યું જુના ભાજપના કાર્યકરોને અયોધ્યા જવાનું અને નવા યુવાનોને ઘર ઘર સંપર્કમાં જવાનું…આ પોસ્ટ પરથી સ્પષ્ટ જણાય આવે છે કે ભાજપમાં કોંગ્રેસના જુના નેતાઓ આવતા ભાજપના કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે.
પોસ્ટમાં શું લખ્યું..
સોશિયલ મીડિયા પર બાબુભાઈ રાઠવાએ પોસ્ટ કરીને પોતાની વેદના ઠાલવી છે. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું છે કે છોટાઉદેપુરમાં ત્રિપુટીને જ રાજ કરવાનું ભગવાન વરદાન લખી આપેલું છે પક્ષ ચાહે ગમે તે હોય. બસ હવે સુખરામભાઈ આવી જાય એટલે ફરી વરસો જુનું ત્રિપુટી રાજ આવી જાય. કેટલું સરસ કામ પાછું થઈ જશે પહેલા હતું એવું નય. અને જૂના ભાજપા વાળાને અયોધ્યા જવાનું અને નવ યુવાનોને ઘર ઘર સંપર્કમાં જવાનું કેટલું સુંદર આયોજન…
સુખરામ રાઠવાએ આપી હતી પ્રતિક્રિયા..
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે (મંગળવાર) પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ પ્રતિક્રિયા આપી હતી કે કોંગ્રેસ મુક્તની વાત કરતા ભાજપ કોંગ્રેસ યુક્ત થયું છે. નારણ રાઠવા કોંગ્રેસ છોડીને ભાજપનો ખેસ પહેરતા સુખરામ રાઠવાએ આપી પ્રતિક્રિયા. સુખરામ રાઠવાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે નારણ રાઠવાને કોંગ્રેસ થકી શું દુઃખ પડ્યું તે અમારા માટે સંશોધનનો વિષય છે. નારણ રાઠવા શું શરતો કરી હશે? કઈ અપેક્ષાએ ગયા હશે તે નારણભાઈ જાણે ભાજપ કોંગ્રેસ મુક્ત કરવાની વાતો કરતા હશે પણ ભાજપ કોંગ્રેસ યુક્ત બની રહી છે. હું કોંગ્રેસી છું, જન્મે કોંગ્રેસી છું. કરીશ તો પણ કોંગ્રેસનો ખેસ માથે ઓઢીને જઈશ. કોંગ્રેસને મજબૂત કરવા માટે ગામડે ગામડે ફળિયે ફળિયે જઈશું અમારાથી નારાજ થયેલા કાર્યકરોને મળીશું અને પાછા લાવવાનો પ્રયત્ન કરીશું.
નારણ રાઠવાએ કોંગ્રેસે શું નથી આપ્યું? લોકસભામાં સભ્ય, રેલ મંત્રી બનાવ્યા રાજયસભાના સભ્ય પણ થયા તોય એમને સંતોષ ના થયો એટલે ભાજપનું પલ્લું જાલ્યું છે.ભાજપમાં પેરાશુટ થી કોઈ ઉતરે તો ભાજપવાળા જાણે, આમેય ભાજપ શાસન કરે છે પણ વહીવટ કરવાવાળા માણસો નથી,એટલા માટે કોંગ્રેસના તોડી તોડીને લઈ જાય છે. છોટા ઉદેપુરમાં ઉમેદવાર તરીકે જે નામ ગયા છે એમાં અને બે હુ અને અર્જુનભાઈ જ બાકી રહ્યા, નારણભાઈ નીકળી ગયા, આ બધી મહેનત હું ચૂંટણી લડવા માટે મહેનત કરું છું. કોંગ્રેસ મને ટિકિટ આપવાની જ છે એવી માનીને ચાલો ભાજપમાંથી નારણકાકાને આપે તો ટક્કર અમારે પક્ષની ટક્કર રહેવાની, ગુજરાતમાં ૩૩% બેઠકો કોંગ્રેસ જીતવાની છે. એમાં સિંહ ફાળો યુવાનો, બહેનો અને ખેડૂતોનો હશે.