ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ રાંચીના JSCA ઈન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પ્લેક્સમાં રમાઈ રહી છે. આજે (25 ફેબ્રુઆરી) મેચનો ત્રીજો દિવસ છે, પ્રથમ દાવમાં ભારતીય ટીમે 307 રન બનાવ્યા હતા. ભારત તરફથી ધ્રુવ જુરેલે 90 રનની ઇનિંગ રમી હતી. પ્રથમ દાવના આધારે ઈંગ્લેન્ડને 46 રનની લીડ મળી હતી. બશીરે 5 વિકેટ લીધી
ભારતીય ટીમ માટે પ્રથમ દાવમાં આઉટ થનાર પ્રથમ બેટ્સમેન કેપ્ટન રોહિત શર્મા હતો, જે માત્ર 2 રન બનાવીને વિકેટ પાછળ જેમ્સ એન્ડરસનના બોલ પર બેન ફોક્સના હાથે કેચ આઉટ થયો હતો. આ પછી શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે મળીને બીજી વિકેટ માટે 82 રનની ભાગીદારી કરી હતી. ગિલ સેટલ થઈ ગયો હતો અને એવું લાગતું હતું કે તે મોટી ઇનિંગ્સ રમશે, પરંતુ શોએબ બશીરનો એક બોલ પરખી શક્યો ન હતો અને તેને LBW આઉટ થવો પડ્યો હતો. આ પછી બશીરે રજત પાટીદાર અને રવિન્દ્ર જાડેજાને પણ સસ્તામાં આઉટ કર્યા હતા.