રાજકોટ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઇ રહી છે ભારતની શરૂઆત સારી રહી ન હતી 22 રને ભારતની પહેલી વિકેટ પડી હતી અને ફકત 33 રનમાં જ ભારતની ત્રણ વિકેટ પડી હતી. આ વિકેટમાં જયસ્વાલ,ગીલ અને પાટીદાર આઉટ થયા હતા ગીલે ફરી એક વખત ખરાબ પ્રદર્શન કર્યુ છે પુરતી તક મળવા છતા સ્કોર સારો કરી શકતો નથી ટીમને ફાયદો ન કરી શકતો હોવા છતા ટીમમાં સ્થાન કેમ મળે છે તેમ હવે ક્રિકેટ રસીયાઓ સવાલ કરી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ નિરંજન શાહ સ્ટેડિયમમાં ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ધ્રુવ જુરેલ અને સરફરાઝ ખાને ડેબ્યૂ કર્યું હતું.
રોહિત-જાડેજાએ 204 રનની ભાગીદારી
રોહિત શર્માએ રેહાન અહેમદ સામે ચોગ્ગો ફટકારીને રવીન્દ્ર જાડેજા સાથે બેવડી સદીની ભાગીદારી કરી હતી. સદી ફટકાર્યા બાદ રોહિત જાડેજા સાથે અણનમ રહ્યો હતો. જાડેજાએ તેની કારકિર્દીની 21મી ફિફ્ટી ફટકારી છે. રોહિતે કારકિર્દીની 11મી સદી ફટકારી હતી.બંને સાથે મળી 204 રનની ભાગીદારી કરી હતી અંતે રોહીત 131 રન કરી આઉટ થયો
રોહિત શર્માએ જો રૂટ સામે એક રન લઈને પોતાની સદી પૂરી કરી હતી. તેણે પોતાની ટેસ્ટ કારકિર્દીની 11મી સદી ફટકારી હતી. ઇંગ્લેન્ડ સામે આ તેની ત્રીજી સદી હતી. રોહિતે ઇંગ્લિશ ટીમ સામે 12 મેચમાં 3 અડધી સદી પણ ફટકારી છે. તેણે ભારતમાં તેની 9મી સદી ફટકારી હતી.
ટીમ ઈન્ડિયાએ બીજા સેશનમાં 93/3ના સ્કોર સાથે આગળ વધી. રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજાએ 100 રનની ભાગીદારી કરી હતી. થોડા સમય બાદ જાડેજાએ તેની ટેસ્ટ કારકિર્દીની 21મી ફિફ્ટી ફટકારી હતી.
સત્રના અંત સુધીમાં ટીમનો સ્કોર 185/3 હતો. રોહિત 97 અને જાડેજા 68 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યા હતા. ભારતે સેશનમાં 92 રન બનાવ્યા હતા અને એક પણ વિકેટ ગુમાવી ન હતી.