પાર્ટીના નિશાન બાબતે શરદ પવાર જશે સુપ્રિમ કોર્ટ

By: nationgujarat
07 Feb, 2024

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી હલચલ મચી ગઈ છે. શિવસેના બાદ હવે NCPની પણ આવી જ હાલત થઈ ગઈ છે. ચૂંટણી પંચે મંગળવારે અજિત પવારના જૂથને અસલી NCP તરીકે જાહેર કર્યું. પંચે અજિત પવારના જૂથને પક્ષનું નામ અને ચૂંટણી ચિન્હ (ઘડિયાળ) ફાળવી દીધું છે. ચૂંટણી પંચે શરદ પવાર જૂથને 7 ફેબ્રુઆરી, 2024 ના રોજ સાંજે 4 વાગ્યા સુધીમાં નવા રાજકીય પક્ષનું નામ પસંદ કરવા માટે સૂચનો આપવા જણાવ્યું છે. આ મામલે શરદ પવારના ઘરે બેઠક યોજાઈ હતી.

હાલમાં બેઠક પુરી થઈ ગઈ છે. સુપ્રિયા સુલે અને શરદ પવાર સંસદ માટે રવાના થઈ ગયા છે. તેમણે કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા તેમણે કહ્યું કે પાર્ટીના નવા નામ અને ચૂંટણી ચિન્હને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. અમે બપોરે 3 વાગ્યા સુધીમાં ચૂંટણી પંચને જવાબ આપીશું.

મળતી માહિતી મુજબ આ બેઠકમાં રાજ્યસભાના સભ્યો વંદના ચૌહાણ, જિતેન્દ્ર અવદ, ફૈઝિયા ખાન પીસી ચાકો અને સુપ્રિયા સુલે હાજર છે. તમારે આજે સાંજે 4 વાગ્યા સુધીમાં તમારા સંભવિત પક્ષના નામ અને ચૂંટણી ચિહ્નના વિકલ્પો ચૂંટણી પંચને સબમિટ કરવાના રહેશે.


Related Posts

Load more