EXCLUSIVE – ગુજરાતી યુવા એનઆરઆઈ અયોધ્યા સરયૂ ઘાટમાં ભારતની સૌથી મોટી ફ્લોટિંગ LED સ્ક્રીન મૂકશે

By: nationgujarat
18 Jan, 2024

 

અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠાનો ઉત્સાહ ભારતવાસીઓને છે , રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઇ ગુજરાતના લોકો પણ અનોખી વસ્તુની ભેટ આુપીને ધન્યતા અનુભનવે છે કોઇએ સૌથી મોટી અગરબત્તી આપી તો કોઇએ સૌથી મોટુ નગારુ આપ્યુ આમ એક ગુજરાતીએ સૌથી મોટી એલઇડી સ્ક્રીન બનાવવાની જાહેરાત કરી છે.

અયોધ્યામાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે, સમગ્ર ભારત અને વિશ્વના હિંદુઓ આ પ્રસંગની આતુરતા પુર્વક રાહ જોઇ રહયા છે, ત્યારે મૂળ વડોદરાના યુવા ગુજરાતી એનઆરઆઈ તેમજ સેન્ચુરી હોસ્પિટાલિટીના ડિરેક્ટર જિજ્ઞેશ મહેતા ભારતની સૌથી મોટી ફ્લોટિંગ LED સ્ક્રીન બનાવી અને અયોધ્યા સરયૂ ઘાટમાં તરતી મૂકવા જઈ રહ્યા છે. આ સ્ક્રીન 1100 ચોરસ ફુટની રહેેશે. આ સ્ક્રીનની લંબાઈ 69 ફૂટ અને ઊંચાઈ 16 ફુટ રાખવામાં આવી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 19 જાન્યુઆરીએ તેનું ઉદ્ઘાટન કરશે. 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના તમામ કાર્યક્રમો આ સ્ક્રીન પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.

આ અંગે વધુ જણાવતા સેન્ચુરી હોસ્પિટાલિટીના ડિરેક્ટર જિજ્ઞેશ મહેતાએ કહ્યું કે આ LED સ્ક્રીન કેટમરેન ડિઝાઈનની બોટ પર લગાવવામાં આવશે, જે અયોધ્યા ઘાટ પર બનાવવામાં આવી રહી છે. બોટનું નિર્માણ ભારતીય રજિસ્ટર ઓફ શિપિંગની દેખરેખ હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ બોટના નિર્માણ માટે ખાસ દક્ષિણ ભારતથી કુશળ કારીગરોને બોલાવવામાં આવ્યા છે. પ્રાણપ્રતિષ્ઠા પછીના દિવસોમાં પણ આ સ્ક્રીન પરથી શ્રધ્ધાળુઓ સરયૂ ઘાટ પાસેથી રામલલાના લાઈવ દર્શન કરી શકશે તેમજ જાહેરાતો પણ આપી શકશે. આ પ્રોજેક્ટના નિર્માણ માટે ભારતના વિવિધ ખૂણેથી અનેક પ્રકારના મશીનો અને સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.


Related Posts

Load more