IPL-2023થી રિંકુ સિંહ ઘણી હેડલાઈન્સ બનાવી રહ્યો છે. ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સને છેલ્લી ઓવરમાં 29 રનની જરૂર હતી, ત્યારે રિંકુએ યશ દયાલની ઓવરમાં સતત પાંચ સિક્સર ફટકારીને ટીમને જીત તરફ દોરી હતી. ત્યારથી રિંકુ સતત સમાચારમાં ચમમતો રહે છે. તેણે ટીમ ઈન્ડિયા માટે ટી-20માં ડેબ્યૂ કર્યું છે અને અહીં પણ તેણે ફિનિશર તરીકે પોતાની ભૂમિકા બતાવી છે.
આ ખેલાડી ભલે IPL, ડોમેસ્ટિક ક્રિકેટમાં કે ટીમ ઈન્ડિયા માટે કેટલા રન બનાવે, તેના માટે T20 વર્લ્ડ કપમાં ભારતના પ્લેઈંગ-11માં જગ્યા બનાવવી ઘણી મુશ્કેલ લાગી રહી છે. કારણ કે અફઘાનિસ્તાન સામે રમાનારી ત્રણ મેચની ટી-20 શ્રેણી માટે જે ટીમની પસંદગી કરવામાં આવી છે તેમાં બે ખેલાડીઓની વાપસી થઈ છે, માત્ર અહીં જ પ્લેઈંગ-11માં રિંકુ સિંહના સ્થાનનું સમીકરણ બદલાઈ રહ્યું છે. આ બે ખેલાડીઓ છે રોહિત શર્મા અને વિરાટ કોહલી
T20માં રોહિત અને વિરાટની વાપસી બાદ એવું માનવામાં આવે છે કે આ બંને આ વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા દ્વારા સંયુક્ત રીતે આયોજિત થનારા T20 વર્લ્ડ કપમાં રમશે. હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાં નથી. હાલમાં આ બંને ખેલાડીઓ ઘાયલ છે. ટી-20 વર્લ્ડ કપ પહેલા બંનેના ફિટ થવાની પૂરી સંભાવના છે. એટલે કે પ્લેઇંગ-11માં ચાર સ્થાન નિશ્ચિત છે. રોહિત ઓપનિંગ કરશે અને તેની સાથે શુભમન ગિલ અથવા યશસ્વી જયસ્વાલ હશે.
કોહલી ત્રીજા નંબર પર રહેશે. ચોથા નંબર પર સૂર્યકુમાર યાદવ બેટિંગ કરવા ઉતરશે, પાંચમા નંબર પર હાર્દિક પંડ્યા અને છઠ્ઠા પર વિકેટકીપર જીતેશ શર્મા હોઈ શકે છે. તેમના પછી રવિન્દ્ર જાડેજા હશે. આ ખેલાડીઓ ટી-20 વર્લ્ડ કપ રમશે તે નિશ્ચિત માનવામાં આવે છે અને આ રીતે સમજી શકાય છે કે રિંકુને પ્લેઇંગ-11માં સ્થાન મળવાની શક્યતા બહુ જ ઓછી છે.
કારણ કે જાડેજા પછી બોલરોનો નંબર શરૂ થશે જેમાં એક સ્પિનર અને ત્રણ ફાસ્ટ બોલર હશે. પંડ્યા અને સૂર્યકુમાર ફિટ હોય ત્યારે ટીમ તેમને બાકાત રાખી શકે નહીં. આ સિવાય વિકેટકીપર હોવું પણ જરૂરી છે. ઇશાન કિશનને ટી-20 વર્લ્ડ કપ રમવામાં મુશ્કેલી પડી રહી છે. આવી સ્થિતિમાં જીતેશના દાવાને વધુ સમર્થન મળ્યું છે. આ પરિસ્થિતિમાં આખરી ઈલેવનમાં રિંકુનું સ્થાન નિશ્ચિત જણાતું નથી.
વર્લ્ડ કપની ટીમમાં રિંકુની પસંદગી થઈ શકે છે. પરંતુ પ્લેઇંગ-11માં જગ્યા બનાવવી લગભગ અશક્ય લાગે છે. જો રિંકુને પ્લેઈંગ-11માં સ્થાન બનાવવું હોય તો તેણે કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય તેની રાહ જોવી પડશે અને તે પંડ્યા અને સૂર્યકુમાર હોઈ શકે છે, તો જ રિંકુનું સ્થાન મળી શકે તેમ છે.
જો રોહિત અને વિરાટ પરત નહીં ફરે તો રિંકુનું સ્થાન નિશ્ચિત જણાતું હતું કારણ કે આવી સ્થિતિમાં ગિલ અને જયસ્વાલ ઓપનિંગ કરશે અને સૂર્યકુમાર નંબર-3 રમશે. આ પછી પંડ્યા ચોથા નંબરે અને રિંકુ પાંચમા નંબરે આવી શક્યો હોત. પરંતુ રોહિત અને વિરાટની વાપસીથી રિંકુ સિંહની જગ્ય બનવી અઘરી લાગી રહી છે. તમે પણ કમેન્ટ કરો કે શું રિંકુની જગ્યા બનવી જોઇએ કે નહી ?