India vs England Test Series 2024: અફઘાનિસ્તાન સાથેની ટી-20 સીરીઝ બાદ ભારતીય ક્રિકેટ ટીમ અંગ્રેજો સામે ટકરાશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી પાંચ મેચની ટેસ્ટ સીરીઝ રમાશે. ઈંગ્લેન્ડે ટેસ્ટ સીરીઝ માટે પોતાની ટીમનું એલાન પણ કરી દીધુ છે. જોકે, હજુ સુધી BCCIએ ટીમ ઈન્ડિયાનું એલાન નથી કર્યું.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ 25 થી 29 જાન્યુઆરી વચ્ચે હૈદરાબાદમાં રમાશે. ત્યારબાદ બીજી ટેસ્ટ 2 થી 6 ફેબ્રુઆરી વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાશે. ત્રીજી ટેસ્ટ મેચ 15 થી 19 ફેબ્રુઆરીની વચ્ચે રાજકોટમાં રમાશે. ચોથી ટેસ્ટ મેચ 23 થી 27 ફેબ્રુઆરી વચ્ચે રાંચીમાં અને પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ 7 થી 11 માર્ચ વચ્ચે ધર્મશાળામાં રમાશે.
ભારતમાં પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમમાં જો રૂટ, જોની બેરસ્ટો, હેરી બ્રુક, જૈક ક્રોલી, બેન ડકેટ, બેન સ્ટોક્સ, શોએબ બશીર, બેન ફોક્સ અને ઓલી પોપના રૂપમાં નવ બેટ્સમેન છે. બીજી તરફ ટોમ હાર્ટલે, જેક લીચ અને રેહાન અહેમદના રૂપમાં ત્રણ સ્પિનર્સ છે. ફાસ્ટ બોલિંગમાં જેમ્સ એન્ડરસન, ગસ એટકિન્સન, ઓલી રોબિન્સન અને માર્ક વુડ છે.
બેન સ્ટોક્સ (કેપ્ટન), રેહાન અહેમદ, જેમ્સ એન્ડરસન, ગસ એટકિન્સન, જોની બેયરસ્ટો (વિકેટકીપર), શોએબ બશીર, હૈરી બ્રુક, જૈક ક્રોલી, બેન ડકેટ, બેન ફોક્સ (વિકેટકીપર), ટોમ હાર્ટલે, જેક લીચ, ઓલી પોપ, ઓલી રોબિન્સન, જો રૂટ અને માર્ક વુડ.
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝનું શેડ્યૂલ
પ્રથમ ટેસ્ટ: ભારત vs ઈંગ્લેન્ડ, 25થી 29 જાન્યુઆરી, હૈદરાબાદ (રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ)
બીજી ટેસ્ટ: ભારત vs ઈંગ્લેન્ડ, 2થી 6 ફેબ્રુઆરી, વિશાખાપટ્ટનમ (ડો. વાયએસ રાજશેખર ક્રિકેટ સ્ટેડિયમ)
ત્રીજી ટેસ્ટ: ભારત vs ઈંગ્લેન્ડ, 15થી 19 ફેબ્રુઆરી, રાજકોટ (સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ)
ચોથી ટેસ્ટ: ભારત vs ઈંગ્લેન્ડ, 23થી 27 ફેબ્રુઆરી, રાંચી (JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમ)
પાંચમી ટેસ્ટ: ભારત vs ઈંગ્લેન્ડ, 7થી 11 માર્ચ, ધર્મશાળા (હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ)