આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ, 55 દેશના 153 પતંગબાઝો ઉડાડશે પતંગ

By: nationgujarat
07 Jan, 2024

ગુજરાતમાં ઉતરાયણનું ખુબ જ મહત્વ છે, આગામી 14મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિનો તહેવાર છે, પરંતુ આ પહેલા ગુજરાત સરકાર પતંગમહોત્સવને આજે ખુલ્લુ મુક્યુ છે. આજથી અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ થયો છે.આજથી અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે 7 થી 12 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યુ છે, જેમાં 55 દેશના 153 પતંગબાજો ઉડાડવા અમદાવાદમાં આવ્યા છે.આજથી અમદાવાદમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવાલનો શુભારંભ થઇ રહ્યો છે. આજથી એટલે કે 7 થી 12 જાન્યુવારી સુધી અમદાવાદ ખાતે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી થઇ રહી છે.

અમદાવાદના વલ્લભ સેવા સદન રિવરફ્રન્ટ ખાતે આજથી આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાશે. આમાં 55 દેશના 153 પતંગબાઝો આવશે અને પતંગ ઉડાવવાની મજા માણી રહ્યાં છે.આ ઉપરાંત ગુજરાત બહારના 12 રાજ્યોના 68 પતંગબાઝો પણ આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લઇ રહ્યાં છે. ગુજરાત રાજ્યના 23 શહેરોના 865 પતંગબાઝો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લઇ રહ્યાં છે.


Related Posts

Load more