IND vs SA 2nd Test – બુમરાહની ડિસિપ્લીન બોલીંગ તો સિરાજ પણ 3 રન 3 વિકેટ સાથે SA – 24/4

By: nationgujarat
03 Jan, 2024

ભારત આજે (3 જાન્યુઆરી) દક્ષિણ આફ્રિકા સામે કેપટાઉનના ન્યુલેન્ડ્સ સ્ટેડિયમમાં બીજી ટેસ્ટ રમી રહ્યું છે. આ મેચમાં માત્ર એક જ રેકોર્ડ ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ ટેન્શન વધારનાર છે, હકીકતમાં ટીમ ઈન્ડિયા આ મેદાન પર ક્યારેય કોઈ ટેસ્ટ મેચ જીતવામાં સફળ રહી નથી. ટીમ ઈન્ડિયા અહીં રમાયેલી 6માંથી 4 ટેસ્ટ હારી છે, જ્યારે અન્ય બે ટેસ્ટ ડ્રો રહી છે. આવી સ્થિતિમાં વર્ષ 2024માં પોતાની પ્રથમ ટેસ્ટ રમવા જઈ રહેલી ટીમ ઈન્ડિયા પાસે આ રેકોર્ડ બદલવાની તક હશે. જો કે ટીમમાં એક માત્ર રવિન્દ્ર જાડેજા જ સ્પીનર છે.

આફ્રિકાએ ટોસ જીતી પહેલા બેટીંગનો નિર્ણય કર્યો પણ ભારતના બે બોલરોએ આફ્રિકાને બેકફુટ પર ઘકેલ્યુ છે પહેલા સેસશનમાં. પહેલા સેસશનમાં બુમરાહની ડિસિપ્લીન બોલીંગ થઇ રહી છે બુમરાહે 6 ઓવરમાં 12 રન આપી એક વિકેટ લીધી છે તો  બુમરાહાની બોલીગ નો ફાયદો સિરાજને મળ્યો અને સિરાજે 5 ઓવરમાં 3 રન 3 વિકેટ લઇ આફ્રિાનો સ્કોર હાલ  એક સમયે 15  રન 4 વિકેટ હતો.

મોહમ્મદ સિરાજે ટીમ ઈન્ડિયાને પ્રથમ સફળતા અપાવી. તેણે એડન માર્કરામને માત્ર 2 રન બનાવીને આઉટ કર્યો હતો. માર્કરામ સ્લિપમાં યશસ્વી જયસ્વાલના હાથે કેચ આઉટ થયો હતો. દક્ષિણ આફ્રિકાનો સ્કોર 5/1 છે.

આ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમની કમાન સંભાળી રહેલા ડીન એલ્ગર માત્ર 4 રન બનાવીને મોહમ્મદ સિરાજના હાથે બોલ્ડ થયો હતો. દક્ષિણ આફ્રિકાનો સ્કોર 8/2 છે.

ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાની ત્રણ વિકેટ ખેરવી દીધી છે. ડેબ્યૂ ટેસ્ટ ગેમમાં ટ્રીસ્ટન સ્ટબ્સ માત્ર 3 રન બનાવીને જસપ્રીત બુમરાહના બોલ પર રોહિત શર્માના હાથે કેચ આઉટ થયો હતો. આફ્રિકન ટીમનો સ્કોર 11/3.

ટીમ ઈન્ડિયાને ચોથી સફળતા મળી છે. ટોની ડીજોર્જી 2 રનના સ્કોર પર વિકેટકીપર કેએલ રાહુલના હાથે કેચ આઉટ થયો હતો. આફ્રિકન ટીમની ચોથી વિકેટ 15 રન પર પડી છે.

Fall of wickets: 1-5 (Aiden Markram, 3.2 ov), 2-8 (Dean Elgar, 5.3 ov), 3-11 (Tristan Stubbs, 8.3 ov), 4-15 (Tony de Zorzi, 9.2 ov)


Related Posts

Load more