દિલ્હીમાં JDUની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે મેં લોકસભા ચૂંટણીમાં સક્રિયતાને જોતા આ નિર્ણય લીધો છે.
નીતીશ કુમાર જનતા દળ યુનાઈટેડ (JDU)ના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા છે. તેની ઔપચારિક જાહેરાત હજુ થવાની બાકી છે. 4 વાગે નેશનલ કાઉન્સિલની બેઠકમાં નીતીશના નામની જાહેરાત થઈ શકે છે. આ બીજી વખત હશે જ્યારે પાર્ટીની કમાન નીતીશ કુમારના હાથમાં હશે.
જેડીયુના રાષ્ટ્રીય મહાસચિવ દસાઈ ચૌધરીએ કહ્યું કે કાર્યકારિણી બેઠકમાં લલન સિંહે પાર્ટી અધ્યક્ષ બનવા માટે નીતીશ કુમારનું નામ આગળ કર્યું. પાર્ટીના મોટા ભાગના અગ્રણી નેતાઓનું માનવું હતું કે મુખ્ય ચહેરો હોવાના કારણે તેમણે 2024ની લોકસભા ચૂંટણી પહેલાં સંગઠનની કમાન સંભાળવી જોઈએ. જેને કારોબારી બેઠકમાં ઉપસ્થિત તમામ આગેવાનોએ ટેકો આપ્યો હતો.
આ પછી નીતીશે કહ્યું કે તમે જ્યારે પણ તમારો આગ્રહ હશે, હું તેના માટે તૈયાર રહીશ. લલન સિંહે કહ્યું- હું લાંબા સમયથી પાર્ટી અધ્યક્ષ રહ્યો છું. મારે ચૂંટણી લડવી છે અને પાર્ટીમાં અન્ય કામ પણ કરવાનાં છે.
21 જુલાઈ, 2021ના રોજ લલન સિંહને જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય અધ્યક્ષનો કાર્યકાળ 2 વર્ષનો હોય છે. લલન સિંહે તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે.
સાંજે 5 વાગ્યે JDUની પ્રેસ કોન્ફરન્સ
શુક્રવારે, લોકસભા ચૂંટણી પહેલા, જનતા દળ યુનાઇટેડ (JDU) ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક સવારે 11.30 વાગ્યે કોન્સ્ટિટ્યુશન ક્લબમાં શરૂ થઈ હતી અને દોઢ કલાકથી ઓછા સમયમાં સમાપ્ત થઈ હતી. જોકે, આ માટેનો સમય 3 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો હતો.
સભા પહેલાં કોન્સ્ટિટ્યુશન ક્લબની બહાર પોસ્ટર લગાવવામાં આવ્યાં હતાં. તેમાં લખ્યું છે કે, ‘જો મહાગઠબંધનને જીત જોઈતી હોય તો તેના ચહેરા તરીકે નીતીશની જરૂર છે. રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બપોરે 3 વાગ્યા સુધી ચાલુ રહેશે.
આ પછી રાષ્ટ્રીય પરિષદની બેઠક 4 વાગ્યાથી શરૂ થશે. આ પહેલાં ગુરુવારે સીએમ નીતીશે પાર્ટીના રાષ્ટ્રીય કાર્યાલયમાં તમામ રાષ્ટ્રીય અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેડીયુ સાંજે 5 વાગે સમગ્ર મામલે પ્રેસ કોન્ફરન્સ કરશે.
મિટિંગ અપડેટ્સ….