BAPS – IIT ખડગપુર અને સરદાર પટેલ યુનિવર્સિટીએ સ્વામી ભદ્રેશદાસજીને માનદ પદવીઓ અર્પણ કરી

By: nationgujarat
25 Dec, 2023

વિશ્વ વંદનીયસંતવિભૂતિપ.પૂ.પ્રમુખસ્વામીમહારાજના ૧૦૨માજન્મદિવસનીસુરત ખાતેથયેલ ઉજવણી દરમિયાનબીએપીએસસ્વામિનારાયણ સંસ્થાના વડા પ. પૂ.મહંતસ્વામીમહારાજનીઉપસ્થિતિમાંસંસ્થાના વિદ્વાન સંત, મહામહોપાધ્યાય પૂજ્યભદ્રેશદાસજીસ્વામીને સંસ્કૃત સાહિત્ય અને વૈદિક જ્ઞાનમાં તેમના ગહન યોગદાનનેબિરદાવવામાટે ‘ડૉક્ટર ઓફ સાયન્સ’ (D.Sc.)અને ‘ડૉક્ટર ઓફ લિટરેચર’ (D.Lit.) બે પ્રતિષ્ઠિત માનદ પદવીઓ આપીને તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. ભારતના સંસ્કૃત જગતના ઇતિહાસમાં આ એક વિરલ ઉપલબ્ધિ છે.

પ્રથમ,તેમના નોંધપાત્ર યોગદાનનેબિરદાવતા૧૮ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ યોજાયેલવિશ્વ પ્રસિદ્ધ IIT ખડગપુરના ૬૯મા દીક્ષાંત સમારોહમાંડૉક્ટર ઑફ સાયન્સ (D.Sc.) પદવીતેઓશ્રીને એનાયત થઈ!IIT ખડગપુરનાડાયરેક્ટર પ્રો. વીરેન્દ્ર કુમાર તિવારી, ડીન શ્રી કમલલોચનપાણિગ્રહીઅને રજિસ્ટ્રાર શ્રી વિશ્વજીતભટ્ટાચાર્યએ−ભારતના માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુ દ્વારા પ્રમાણિત ડૉક્ટર ઑફ સાયન્સ (D.Sc.)ની પદવીનું પ્રમાણપત્ર−IIT ખડગપુર વતી સુરત આવીને ઉપરોક્ત સમારોહમાંપૂજ્ય સ્વામીભદ્રેશદાસજીનેઅર્પણ કર્યું હતું.

આ અવસરે, ડાયરેક્ટર, પ્રો. તિવારીએ પસંદગીની ઝીણવટભરીપ્રક્રિયા પર પ્રકાશ પાડતાજણાવ્યું હતું કે,‘આશરે આઠસોથી વધુ ફેકલ્ટી સભ્યો અને IIT ખડગપુરના ત્રણસો સેનેટ સભ્યોએસર્વાનુમતે આ પદ માટે ચૂંટાયેલા ઘણા ઉમેદવારોમાંથીભદ્રેશદાસસ્વામીજીની પસંદગી કરવાનો નિર્ણય લીધો હતો. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય અને રાષ્ટ્રપતિ શ્રી તરફથી સંમતિ મળ્યા બાદ અમે આની જાહેરાત કરીએ છીએ. આ સન્માન સ્વામી ભદ્રેશદાસજીને હિંદુ તત્વજ્ઞાન, માન્યતાઓ અને સંસ્કૃતિના એક વિરલ વિદ્વાન તેમજ ભારતની પ્રગતિમાં યોગદાન આપનાર વૈશ્વિક વિદ્વાન તરીકેની તેમની ભૂમિકાનેબિરદાવેછે.’ ઉલ્લેખનીય છે કે પૂજ્ય સ્વામી ભદ્રેશદાસજીની સાથે સાથે,આ દુર્લભ અને અતિ પ્રતિષ્ઠિત સન્માન જેમને પ્રાપ્ત થયું છે, તેમાંગુગલના સી.ઇ.ઓ. શ્રી સુંદર પિચાઈ, ભારતમાં મેટ્રો ટ્રેનની ક્રાંતિ લાવનાર શ્રીધરનજેવી વૈશ્વિક પ્રતિભાઓનોપણ સમાવેશ થાય છે.

આ ઉપરાંત મહામહોપાધ્યાય સ્વામીભદ્રેશદાસજીનેસરદાર પટેલ યુનિવર્સિટી દ્વારાડોક્ટર ઓફ લિટરેચર(D.Litt.)નું સન્માનભારતના ગૃહમંત્રી શ્રી અમિતભાઈશાહના હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીનાવાઈસ ચાન્સેલર પ્રો.નિરંજનભાઈ પટેલ, ડીન શ્રી ડૉ. પરેશભાઈ આચાર્ય અને રજિસ્ટ્રાર ડૉ. ભાઈલાલભાઈ પટેલ, ગુજરાતના રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય સહિત અનેક મહાનુભાવોનીઉપસ્થિતિમાંભદ્રેશદાસજીસ્વામીનેઆ માનદ પદવી અર્પણ કરવામાં આવી હતી.વાઈસ ચાન્સેલર ડો.નિરંજનભાઈ પટેલે સદીઓ જૂની ભાષ્ય પરંપરાને પુનર્જીવિત કરવામાં ભદ્રેશદાસજીસ્વામીનીભૂમિકાનેબિરદાવી, તેને સંસ્કૃત અને ભારતીય સંસ્કૃતિમાં વિશેષ પ્રદાન ગણાવ્યું હતું.

આ સન્માન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરતાં, ભદ્રેશદાસજીસ્વામીએ આ સન્માનનો શ્રેય પરબ્રહ્મ ભગવાન શ્રીસ્વામિનારાયણ અને પોતાના ગુરુ પૂજ્યપ્રમુખસ્વામી મહારાજ અને ગુરુ મહંતસ્વામીમહારાજનાચરણે ધરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.મહામહોપાધ્યાયભદ્રેશદાસજીસ્વામીને મળેલા આપ્રતિષ્ઠિત સન્માનો માત્ર તેમની વ્યક્તિગત સિદ્ધિઓને જ નહીં, પરંતુ સંસ્કૃતના સમૃદ્ધ વારસા અને ભગવાન શ્રીસ્વામિનારાયણપ્રબોધિત વૈદિક અક્ષર-પુરુષોત્તમ સિદ્ધાંતના કાયમી વારસાનું પણ ગૌરવ કરે છે.


Related Posts

Load more