ભારતીય રેસલિંગ એસોસિએશનની ચૂંટણી તાજેતરમાં યોજાઈ હતી, જેમાં ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહની જીત થઈ હતી અને કુસ્તીબાજ અનિતા શિયોરાનનો પરાજય થયો હતો. આ પછી મહિલા રેસલર સાક્ષી મલિકે કુસ્તીમાંથી સંન્યાસ લઈ લીધો. હવે સરકારે નવા રેસલિંગ એસોસિએશનને સસ્પેન્ડ કરી દીધું છે.
નવું રેસલિંગ એસોસિએશન રદ કરવામાં આવ્યું છે. સાથે જ ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ સંજય સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુરે રેસલિંગ એસોસિએશનને સસ્પેન્ડ કરી દીધું છે.
હાલમાં જ કુશ્તી સંધે જૂનિયર નેશનલ ચેમ્પિયનશિપની જાહેરાત કરી હતી. જેમાં ટૂર્નામેન્ટ 28 ડિસેમ્બર યુપીના ગોંડામાં શરુ થવાનું હતુ. જેને લઈ રેસલિંગ છોડી ચૂકેલી સાક્ષી મલિકે સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું મે કુશ્તી છોડી દીધી છે પરંતુ હું ખુબ દુખી છું. તે જૂનિયર મહિલા પહેલવાનોનું શું જે મને ફોન કરીને કહી રહી છે દીદી 28 તારીખથી જૂનિયર નેશનલ ગેમ્સ છે અને તે નવી કુશ્તી ફેડરેશનને નન્દની નગર ગોંડામાં કરવાનો નિર્ણય લીધો છે.