ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની T20 શ્રેણી 1-1 થી બરાબર થઈ હતી. હવે બંને ટીમો વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણી રમાઈ રહી છે, જેની પ્રથમ મેચ આજે જોહાનિસબર્ગના ન્યૂ વાન્ડરર્સ સ્ટેડિયમમાં છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રથમ ODI મેચ સંબંધિત અપડેટ્સ માટે અમારી સાથે રહો…
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યા પછી, દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી અને પાવરપ્લેમાં જ તેણે ચાર વિકેટ ગુમાવી દીધી હતી. આ ચાર વિકેટ અર્શદીપ સિંહે લીધી હતી. અર્શદીપ સિંહે રીઝા હેન્ડ્રીક્સ અને રાસી વાન ડેર ડુસેનને તેની પહેલી જ ઓવરમાં ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત મોકલી દીધા હતા. બાદમાં અર્શદીપે અન્ય ઓપનરો ટોની ડી જોર્જી અને હેનરિક ક્લાસેનને આઉટ કર્યા હતા.
અર્શદીપ સિંહ બાદ અવેશ ખાનનો જાદુ જોવા મળ્યો અને તેણે કેપ્ટન એડન માર્કરામ અને વિયાન મુલ્ડરને બોલ પર સતત ફટકારીને આફ્રિકન ટીમની હાલત ખરાબ કરી દીધી. ત્યાર બાદ અવેશે ખતરનાક બેટ્સમેન ડેવિડ મિલર અને કેશવ મહારાજને પણ પેવેલિયન મોકલ્યા હતા.
Team india – કેએલ રાહુલ (કેપ્ટન/વિકેટકીપર), રૂતુરાજ ગાયકવાડ, સાઈ સુદર્શન, શ્રેયસ ઐયર, તિલક વર્મા, સંજુ સેમસન, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, અવેશ ખાન, કુલદીપ યાદવ, મુકેશ કુમાર.