AUS vs PAK Live વોર્નરની સદી, આમિર જમાલે છ વિકેટ ઝડપી તરખાટ મચાવ્યો

By: nationgujarat
15 Dec, 2023

ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ પર્થમાં રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પહેલા દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટ ગુમાવીને 346 રન બનાવ્યા હતા. આજે બીજા દિવસે કાંગારૂઓનો પ્રથમ દાવ 487 રનમાં સમેટાઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નરે સૌથી વધુ 164 રન અને મિચેલ માર્શે 90 રન બનાવ્યા હતા. આ ટેસ્ટમાં પાકિસ્તાન તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર આમિર જમાલે છ વિકેટ ઝડપી હતી.

amer jamal એ 20.2 ઓવરમાં 111 રન આપ્યા એક મેડન અને 6 વિકેટ ઝડપી  અમીર જમાલે ડેવીડ વોર્નર, ટ્રેવિસ હેડ,એલેક્સ,મીચેલ,કમિન્સ,નેથન લાયન ની વિકેટ લીધી  ઓસ્ટ્રલીયા તરપથી વોર્નર અને માર્શ સૌથી વધુ રન કર્યા. પાકિસ્તાનનો સ્કોર 43 રન 0 વિકેટ છે અબદુલ્લાહ 25 રન અને ઇમામ 9 રન પર હાલ ક્રિઝ પર છે.

ઓસ્ટ્રેલિયાએ ગુરુવારના સ્કોરમાં 141 રન ઉમેર્યા હતા અને પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. આજે એલેક્સ કેરી 34 રન બનાવીને આઉટ થયો હતો અને મિચેલ સ્ટાર્ક 12 રન બનાવીને આઉટ થયો હતો. આ બંનેને આમિર જમાલે બોલ્ડ કર્યા હતા. મિશેલ માર્શ ચોથી ટેસ્ટના અંત નજીક આઉટ થઈ ગયો હતો. તે 107 બોલમાં 15 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 90 રન બનાવીને આઉટ થયો હતો. ખુર્રમ શહઝાદે માર્શને પેવેલિયન મોકલ્યો હતો. આ પછી આમિરે પેટ કમિન્સ (9) અને નાથન લિયોન (5)ને કેચ આઉટ કરાવ્યા અને ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સ 487 રન પર સમાપ્ત કરી દીધી.

આ પહેલા ગુરુવારે ટેસ્ટ મેચના પહેલા દિવસે ડેવિડ વોર્નરની સદીની મદદથી ઓસ્ટ્રેલિયાની ટીમ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ હતી. વોર્નરે 164 રનની ઇનિંગ રમી જેમાં 16 ફોર અને 4 સિક્સ સામેલ હતી. આ સિવાય ઉસ્માન ખ્વાજાએ 41 રન, માર્નસ લાબુશેને 16 રન, સ્ટીવ સ્મિથે 31 રન અને ટ્રેવિસ હેડે 40 રન બનાવ્યા હતા.
પાકિસ્તાન તરફથી ડેબ્યૂ કરનાર આમિર જમાલે સૌથી વધુ છ વિકેટ લીધી હતી. તે જ સમયે અન્ય નવોદિત ખુર્રમ શહઝાદે બે વિકેટ મેળવી હતી. શાહીન આફ્રિદી અને ફહીમ અશરફને એક-એક વિકેટ મળી છે.


Related Posts

Load more