19 નવેમ્બરનો એ દિવસ ભારતીય ક્રિકેટ ફેન્સ માટે કાળા અક્ષરે લખાયો છે. અમદાવાના ગ્રાઉન્ડ થી લઇ દેશના દરેક ખૂણો ક્રિકેટ રંગથી રંગયા અને લોકો એ ક્ષણની રાહ જોવા માંગતા હતા તેમનો કેપ્ટેન રોહીત , કોહલી સહિત તેમના સ્ટાર સમાન ખિલાડીઓ વિશ્વકરની ટ્રોફી ઉચકે. પણ પરિણામ અલગ આવ્યુ ટીમને હારનો સામનો કરવા કરોડો ક્રિકેટ પ્રેમીઓના દિલ તુટયા. આ ક્ષમને ખૂદ કેપ્ટેન રોહિત શર્મા પણ કદાચ યાદ કરવા નથી માંગતો.
ભારતીય ક્રિકેટ ટીમ અને ટીમના કેપ્ટન રોહિત શર્મા માટે ખૂબ જ મુશ્કેલ રાત રહી હશે, કારણ કે તે દિવસે ભારતીય ટીમ ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી. આ હાર બાદ કેપ્ટન રોહિત શર્મા કંઈ બોલ્યો નહીં અને ઘરે કે પરિવાર સાથે રજાઓ મનાવતો જોવા મળ્યો. રોહિત શર્મા આ દિવસનો ભૂલી ને આગળ વધવમાં માંગતો છે, પરંતુ આ હાર પચાવવી મુશ્કેલ હતી. લગભગ એક મહિના પછી રોહિત શર્માએ આ અંગે નિવેદન આપ્યું અને કહ્યું કે વિશ્વકપની હારને ભૂલીને આગળ વધવું ખૂબ મુશ્કેલ છે.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ Team45row ઈન્સ્ટાગ્રામ ચેનલ પર શેર કરેલા એક વીડિયોમાં કહ્યું, “ફાઈનલ પછી, પાછા આવવું અને આગળ વધવાનું શરૂ કરવું ખૂબ જ મુશ્કેલ છે, તેથી જ મેં નક્કી કર્યું કે મારે તેમાંથી મારું મન બીજે ડાયવર્ટ કરવુ પડશે . મેચ દરમિયાન અને મેચ પછી પણ ” હું જ્યાં પણ હતો ત્યાં, મને સમજાયું કે લોકો મારી પાસે આવી રહ્યા છે અને તેઓ અમારા બધાના પ્રયત્નોની પ્રશંસા કરી રહ્યા છે કે અમે ખૂબ જ સારી રીતે રમ્યા. ટીમના દરેક સપોટર્સ અમારી સાથે વિશ્વકરની એ ટ્રોફિ અંગે સ્વપ્ન જોતા હતા.
રોહીતે વધુમાં કહ્યુ કે, “આ સમગ્ર અભિયાન દરમિયાન અમે જ્યાં પણ ગયા, ત્યાં સ્ટેડિયમમાં આવનાર દરેક ભારતીય ટીમના પ્રસશંકનો અને ઘરેથી જોનારા લોકોનો પણ ઘણો સપોર્ટ મળ્યો. લોકોએ અમારા માટે જે કર્યું છે તેના માટે હું આભારી છું. તે દોઢ મહિનાનો સમયગાળો જીવનમાં યાદગાર રેહશે. , હું દરેક સપોટર્સની પ્રશંસા કરવા માંગુ છું કે અમને ઘણો સપોર્ટ કર્યો , પરંતુ પછી જો હું ફાઇનલની હાર વિશે વધુને વધુ વિચારું તો હું ખૂબ નિરાશ થઇ જવ છું .” ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલ સુધી કુલ 10 મેચ રમી અને તે તમામમાં જીત મેળવી, પરંતુ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો.
રોહિત શર્માએ પ્રશંસકો તરફથી મળેલા પ્રેમ અને સમર્થન વિશે વધુમાં કહ્યું, “લોકો મારી પાસે આવે છે અને મને કહે છે કે અમને ટીમ પર ગર્વ છે, મને સારું લાગે છે. તેમની સાથે, હું પણ સ્વસ્થ થઈ રહ્યો છું. ” જ્યારે લોકો સમજે છે કે કોઈ ખેલાડી કેવી પરિસ્થિતમાંથી પસાર થઇ રહ્યો છે, ત્યારે તેઓ તે હતાશા અને ગુસ્સાને બહાર નથી લાવી શકતા. આ લાગણી મારા માટે ખૂબ મહત્વની છે કારણ કે તે ચોક્કસપણે ઘણું બધુ કહી જાય છે. કારણ કે ફેન્સમાં કોઈ ગુસ્સો ન હતો, તે લોકોનો પ્રેમ હતો જેને હું મળ્યો હતો અને તે જોવાનું અદ્ભુત હતું. તે જ તમને પાછા આવવા અને ફરીથી રમક રમવા માટે પ્રેરિત કરે છે.
હિટમેને વધુમાં ઉમેર્યું, “હું હંમેશા 50 ઓવરનો વર્લ્ડ કપ જોઈને મોટો થયો છું. મારા માટે સૌથી મોટી ટુર્નામેન્ટ હતી. અમે વર્લ્ડ કપ માટે ઘણા વર્ષો સુધી કામ કર્યું છે અને તેમા સફળ નથી થયા તેનાથી ઘણો નિરાશ છું ?