સરકારે ગરીબોની સારવાર માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કે આયુષ્યમાન ભારત યોજનાની શરૂઆત કરેલી છે. આયુષ્યમાન ભારત યોજનાની શરૂઆત 2018માં થઈ હતી. આયુષ્યમાન ભારતનું નામ બદલીને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કરવામાં આવ્યું છે.
શું મળે છે ફાયદો
તેના દવારા આર્થિક રીતે નબળા લોકોને 5 લાખ રૂપિયા સુધીની સારવારની સુવિધા મળે છે. જો કે ગુજરાતમાં આ રકમમાં વધારો કરીને 10 લાખ રૂપિયા કરવામાં આવ્યો છે. એટલે કે તમને 10 લાખ રૂપિયા સુધીની સારવારનો લાભ મળી શકે છે. તે હેઠળ કોરોના, કેન્સર, કિડની, હાર્ટ, ડેંગ્યુ, ચિકનગુનિયા, મલેરિયા, ડાયાલિસિસ, ઘૂંટણ ટ્રાન્સ્પ્લાન્ટ, વંધવ્ય, મોતિયા જેવી અનેક ગંભીર બીમારીઓનો વિનામૂલ્યે સારવાર થાય છે.
આ યોજનાનો ફાયદો ગરીબી રેખાની નીચે જીવતા, અનુસૂચિત જાતિ, ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો અને ટ્રાન્સજેન્ડરોને મળે છે. આયુષ્માન કાર્ડનો ફાયદો સરકારી અને પ્રાઈવેટ બંને હોસ્પિટલોમાં મળે છે.
કેવી રીતે કરશો અરજી?
આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે સૌથી પહેલા આપે નજીકના જન સેવા કેન્દ્ર પર જવુ પડશે. જે પછી આપે સંબંધિત અધિકારીન જરૂરી દસ્તાવેજ અને એક મોબાઈલ નંબર આપવો પડશે. જે પછી આપના દસ્તાવેજ તપાસશે. તપાસ પછી બધા ડોક્યુમેન્ટ્સ બરાબર હશે તો થોડા દિવસમાં આયુષ્યમાન કાર્ડ બની જશે.
આયુષ્યમાન કાર્ડ માટે એલિજિબિલિટી કેવી રીતે ચેક કરશો?
1. એલિજિબિલિટી ચેક કરવા માટે સૌથી પહેલા pmjay.gov.inની વેબસાઈટ પર વિઝિટ કરો
2. પછી હોમ પેજ પર એલિજિબિલિટીના વિકલ્પ પર ક્લિક કરો
3. પછી મોબાઈલ નંબર આપ્યા પછી Generate OTP ઑપ્શન કર Click કરો
4. OTP નાખ્યા પછી આપના રાજ્યને સિલેક્ટ કરો
5. પછી રાશન કાર્ડ નંબર અથવા ફોન નંબરમાંથી કોઈ એક સિલેક્ટ 6. કરીને આપેલી તમામ માહિતી ભરીને સબમિટ ઓપ્શન પર ક્લિક કરો.
7. આવી રીતે આપ ઘરે બેઠા આયુષ્યમાન ગોલ્ડન કાર્ડ બનાવવાની પાત્રતા ચેક કરી શકો છો.
આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે આવ્યશ્યક દસ્તાવેજ
આધાર કાર્ડ
નિવાસ પ્રમાણ પત્ર
રાશન કાર્ડ
મોબાઈલ નંબર
ફોટો