ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 10 ડિસેમ્બરથી ત્રણ મેચની T20 શ્રેણી રમાશે. આવતા વર્ષે યોજાનારા ICC T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ માટે આ સિરીઝ ઘણી મહત્વની બની રહી છે. બંને ટીમો વચ્ચે શ્રેણીની પ્રથમ મેચ કિંગ્સમીડના ડરબન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. સિરીઝ શરૂ થવામાં હવે માત્ર 1 દિવસ બાકી છે અને મેચના સમયમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.
આ સમયથી ટી20 સિરીઝની મેચો શરૂ થશે
ભારત-દક્ષિણ આફ્રિકા T20 શ્રેણી મેચોના સમયને લઈને ચાહકોમાં મૂંઝવણ છે. અગાઉ આ મેચો ભારતીય સમય અનુસાર રાત્રે 9.30 વાગ્યે શરૂ થવાની હતી. પરંતુ બીસીસીઆઈની તાજેતરની માહિતી અનુસાર, આ મેચોનો સમય બદલાઈ ગયો છે. શેડ્યૂલનો સમય હવે BCCI ટીવી પર અપડેટ કરવામાં આવ્યો છે. હવે આ ત્રણ T20 મેચો ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.
ODI અને ટેસ્ટ મેચનો સમય
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 શ્રેણી બાદ 3 મેચની ODI શ્રેણી રમાશે. વનડે શ્રેણીની પ્રથમ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 કલાકે શરૂ થશે. જ્યારે બીજી અને ત્રીજી વનડે મેચ ભારતીય સમય અનુસાર સાંજે 4.30 કલાકે શરૂ થશે. બંને ટીમો વચ્ચે બે ટેસ્ટ મેચ પણ રમાવાની છે. આ મેચો ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યાથી રમાશે.
દક્ષિણ આફ્રિકાની T20 ટીમ:
એઇડન માર્કરામ (કેપ્ટન), ઓટાનીલ બાર્ટમેન, મેથ્યુ બ્રેટ્ઝકે, નાન્દ્રે બર્જર, ગેરાલ્ડ કોએત્ઝી (1લી અને બીજી ટી20), ડોનોવોન ફેરેરા, રીઝા હેન્ડ્રીક્સ, માર્કો જેન્સન (1લી અને બીજી ટી20), હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, ડેવિડ મિલર, એન્ડવેઈલ , તબરેઝ શમ્સી, ટ્રિસ્ટન સ્ટબ્સ, લિઝાદ વિલિયમ્સ, બ્યુરન હેન્ડ્રીક્સ.
ટી20 શ્રેણી માટે ભારતની ટીમ:
યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રૂતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંઘ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન (વિકેટકીપર), જીતેશ શર્મા (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા (વાઈસ કેપ્ટન), વોશિંગ્ટન સુન્દર, રવીન્દ્ર જાડેજા (વિકેટકીપર) કુલદીપ યાદવ., અર્શદીપ સિંહ, મોહમ્મદ. સિરાજ, મુકેશ કુમાર, દીપક ચાહર.
ટી-20 સિરીઝનો સમયપત્રક-
1લી T20 મેચ – 10 ડિસેમ્બર, 2023, IST સાંજે 7.30 કલાકે
બીજી T20 મેચ – 12 ડિસેમ્બર, 2023, સાંજે 7.30 PM IST
ત્રીજી T20 મેચ- 14 ડિસેમ્બર, 2023, IST સાંજે 7.30 કલાકે