આ વર્ષે ભારતમાં રમાયેલા ODI વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ સમયગાળા દરમિયાન ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી હતી, જોકે તેને ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમે આ વર્ષે વર્લ્ડ કપમાં 11માંથી 10 મેચ જીતી હતી, પરંતુ એક ખરાબ મેચે કરોડો ભારતીય ચાહકોના દિલ તોડી નાખ્યા હતા. ભારતીય ખેલાડીઓ અને ચાહકો હવે તે હારમાંથી આગળ વધી ગયા છે અને ટીમ ઈન્ડિયાએ આવતા વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં રમાનારા ટી20 વર્લ્ડ કપની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આ દરમિયાન વિરાટ કોહલીને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.
T20 વર્લ્ડ કપ 2024 નો રોડ મેપ તૈયાર!
હકીકતમાં, રોહિત શર્મા, ટીમ સિલેક્ટર, ટીમ મેનેજમેન્ટ અને કોચ રાહુલ દ્રવિડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2024ની તૈયારીઓ અને આગળ જતા રોડ મેપને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જો રિપોર્ટ્સનું માનીએ તો આ દરમિયાન રોહિત શર્માએ પણ હાઈકમાન્ડને સ્પષ્ટ કહ્યું હતું કે જો તેઓ ઈચ્છે છે કે તે T20 વર્લ્ડ કપમાં ટીમ માટે રમે તો તેમણે અત્યારે જ સ્પષ્ટ કરવું જોઈએ. આ દરમિયાન વિરાટ કોહલીની પણ ચર્ચા થઈ છે.
વિરાટ કોહલીને પડતો મૂકવામાં આવી શકે છે
વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં હાર બાદ જો કોઈ બે ખેલાડીઓની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તો તે છે વિરાટ કોહલી અને રોહિત શર્મા. ચાહકો જાણવા માંગે છે કે આ બંને ખેલાડીઓને લઈને BCCIની ભાવિ યોજના શું છે. રિપોર્ટ્સ અનુસાર, ટીમ મેનેજમેન્ટ પણ રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ 2024માં મોકલવા માંગે છે, પરંતુ જો વિરાટ કોહલીની વાત કરીએ તો તેને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. આનો અર્થ એ થયો કે હવે ભારત વર્ષો પછી કોઈપણ ICC ટૂર્નામેન્ટમાં વિરાટ કોહલી વિના કોઈ યોજના બનાવી રહ્યું છે.
શું ટી-20 વિશ્વકપમાં કોહલીને પડતો મુકવો કેટલો યોગ્ય ? કે યુવા ખિલાડીઓને જ વિશ્વકપમાં આપવી જોઇએ તક ? કમેન્ટ કરજો