ભારતની એક સમયની સૌથી મોટી એજ્યુકેશનલ સ્ટાર્ટઅપ કંપની આજે કંગાળીના આરે આવી ગઈ છે. 2014 પછી ભારતમાં ‘સ્ટાર્ટઅપ’ને લઈને ઘણી તકલીફો જોવા મળી રહી છે. તેમાં પણ એજ્યુટેક સેગમેન્ટમાં પ્રથમ યુનિકોર્ન કંપની હતી. યુનિકોર્ન એટલે એવી કંપની જેનું મૂલ્યાંકન એક અબજ ડોલર છે. તેના ફાઉન્ડર બાયજુ રવીન્દ્રનને ફોર્બ્સની યાદીમાં સ્થાન મળ્યું હતું, પરંતુ હવે સ્થિતિ એવી છે કે કંપનીના કર્મચારીઓનો પગાર ચૂકવવા માટે પોતાની પ્રોપર્ટીને ગીરે મુકવી પડી છે. એક સમયની ટોપ પર રહેલી બાયજુ આજે છેવટે આવી ખરાબ હાલતમાં કેવી રીતે?
બાયજુની પેરેન્ટ કંપની થિંક એન્ડ લર્નની શરૂઆત 2011માં બાયજુ રવિન્દ્રને તેની પત્ની દિવ્યા ગોકુલનાથ સાથે કરી હતી. આ પહેલા તે બાળકોને કોચિંગ શીખવતા હતા. આ કંપની ઓનલાઈન વીડીયો કોલ આધારિત કંપની છે જે ઘરે બેઠા બાળકોને ઓનલાઈન શિક્ષણ આપી રહી છે.
2015માં દેશના ‘સ્ટાર્ટઅપ બૂમ’ દરમિયાન આ કંપનીએ એક એપ તૈયાર કરી, જેને આજે આપણે બધા Byju’s આપ્યુ. વર્ષ 2018 સુધીમાં, આ કંપની દેશની પ્રથમ એજ્યુટેક યુનિકોર્ન બની ગઈ હતી. કોવિડના સમયગાળા દરમિયાન બાયજુએ એક એવી સ્થિતિ હાંસલ કરી જે સ્ટાર્ટઅપ કંપની માટે સ્વપ્ન સમાન હતી. બાયજુ ખૂબ જ ઝડપથી વિસ્તર્યું, પરંતુ કોવિડ સમાપ્ત થયા પછી શાળાઓ ફરી શરૂ થતાંની સાથે જ આ વટવૃક્ષના પાંદડા ખરવા લાગ્યા.
બાયજુની પાસે પોતાનું વધારે ભંડોળ નહોતું અને તે અન્ય સ્ટાર્ટઅપ્સની જેમ વેન્ચર ફંડેડ હતું. કોવિડ સમયે કંપનીનો આત્મવિશ્વાસ વધ્યો પણ કોવિડ બાદ શાળાઓ શરુ થતા ઘણુ નુકસાન થયુ અને તેણે એક પછી એક અનેક એક્વિઝિશન કર્યા. આમાં, $300 મિલિયન વ્હાઇટહેટ જુનિયર ડીલએ ઘણી હેડલાઇન્સ બનાવી, પરંતુ સૌથી મોટું એક્વિઝિશન ‘આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ’નું હતું.
આકાશ શૈક્ષણિક સેવાઓ ભારતમાં શ્રેષ્ઠ PMT અને IIT તૈયારી કોચિંગ કેન્દ્રોમાંના એક તરીકે ઓળખાય છે.બાયજુએ તેને 2021માં $950 મિલિયનમાં હસ્તગત કરી હતી. અને એક રીતે, બાયજુની નાણાકીય સમસ્યાઓ આ પછી શરૂ થઈ. જે બાદ બાયજુએ આ એક્વિઝિશનને ફાઇનાન્સ કરવા માટે મોટી લોન ઉભી કરી, જે તેની સમસ્યાઓનું કારણ બની.
બાયજુના ઘણા રોકાણકારોને બાયજુના સમયસર ન આવવાના નાણાકીય પરિણામો ગમ્યા ન હતા. કંપનીના કોર્પોરેટ ગવર્નન્સને લઈને પ્રશ્નો ઉભા થવા લાગ્યા. ઘણા મોટા રોકાણકારો બહાર ગયા. કંપની બોર્ડના ઘણા સભ્યોએ રાજીનામું આપ્યું. બાયજુસમાં છટણીનો તબક્કો પણ હતો.
બાયજુને પહેલો મોટો વિવાદ વ્હાઇટહેટ જુનિયરની જાહેરાતો અંગેનો હતો. જે બાદ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR)ના અધ્યક્ષ પ્રિયંક કાનુન્ગો એ કંપની પર આરોપો લગાવ્યો કે બાયજુ તેના વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાના ફોન નંબર અને અન્ય ડેટાબેઝ ખરીદી રહી છે. આટલું જ નહીં, કંપની આ ડેટાબેઝનો ઉપયોગ વિદ્યાર્થીઓ અને વાલીઓને ધમકાવવા માટે કરે છે અને તેમને કહે છે કે જો તેઓ કંપનીનો કોર્સ નહીં ખરીદે તો તેમના બાળકોનું ભવિષ્ય બરબાદ થઈ જશે.
આ પછી, તાજેતરમાં કંપની ઇડી દ્વારા તપાસનો સામનો કરી રહી છે. આ તપાસ ફોરેન એક્સચેન્જ ટ્રાન્ઝેક્શનમાં લગભગ 9,000 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગને લઈને ચાલી રહી છે. બાયજુને મુખ્યત્વે વિદેશી રોકાણકારો દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. હવે બાયજુના સ્થાપક બાયજુ રવિન્દ્રને તેની પેરેન્ટ કંપનીના કર્મચારીઓના પગાર ચૂકવવા માટે તેની અને તેના પરિવારની સંપત્તિ ગીરવે રાખવી પડી છે, જેથી તે 100 કરોડ રૂપિયાની લોન લઈ શકે. તેણે તેના તમામ શેર પણ ગીરવે રાખ્યા છે.