ઘરોની કિંમત વધારે હોય છે માટે મોટાભાગે લોકો સંપૂર્ણ પેમેન્ટ આપવાની જગ્યા પર લોન લઈને ઘર ખરીદી કરવાનું પસંદ કરે છે. ઘણી વખત લોકો પૈસા હોવા છતાં આમ કરે છે. તેના પાછળ ઘણા કારણ હોઈ શકે છે પરંતુ 2 પ્રમુખ કારણ સમજમાં આવે છે. પહેલું કે બધા પૈસા એક સાથે બ્લોક નથી થઈ શકતા અને ઈમરજન્સીમાં લિક્વિડિટી બની રહે છે.
બીજુ કારણ એ છે કે બેંક કોઈ પણ પ્રોપર્ટી પર લોન આપતા પહેલા સારી રીતે તપાસ કરે છે તેનાથી ખરીદનારને ખબર પણ પડી જાય છે કે તે જે પ્રોપર્ટી લઈ રહ્યો છે તેમાં કોઈ પણ પ્રકારનો ફ્રોડ તો નથી થઈ રહ્યોને. ખરીદનાર એવું વિચારે છે કે લોન પર ઘર ખરીદીને લોનને પ્રીપેમેન્ટ કરીને જલ્દી પુરી કરી દેવામાં આવે.
લોન પ્રીપેમેન્ટ કેટલું યોગ્ય?
પરંતુ શું પ્રીપેમેન્ટ કરવું દર વખત યોગ્ય છે? તેના જવાબ છે- ના. ઘણી બેંક તેના માટે ગ્રાહક પર પેનલ્ટી લગાવે છે. હવે સવાલ ઉઠે છે કે કોઈ પણ સંસ્થા પોતાના પૈસા જલ્દી પરત લેવામાં કેમ આમ કરે? તેનો સીધો જવાબ છે કે બેંક એક નક્કી સમય સુધી આપેલા લોન પર જે વ્યાજની આશા કરી રહી હતી તે પ્રીમેન્ટના કારણે તેમને નહીં મળે.
વ્યાજ જ બેંકનો નફો હોય છે. માટે તે નફો ઓછો થાય ત્યારે તે ગ્રાહકને પેનલ્ટી આપે છે. જોકે ઘણી એવી બેંકો છે જે પેનેલ્ટી નથી લગાવતી. માટે તમારે બેંકમાંથી લોન પાસ કરાવતી વખતે આ વાતનું ધ્યાન રાખવું પડશે.
પેનલ્ટી ઉપરાંત અન્યું શું નુકસાન?
ઘણી વખત બેંકો દ્વારા લગાવવામાં આવી રહેલી પેનલ્ટી એટલી વધારે હોય છે કે તમે પ્રીપેમેન્ટ ન કરો તે જ યોગ્ય હોય છે. પરંતુ પેનલ્ટી જ એકમાત્ર કારણ નથી જેના વિશે પ્રીપેમેન્ટ પહેલા વિચારવું જોઈએ. અમે ઉપર જણાવ્યું તેમ મોટી રકમ એક સાથે ચુકવવાથી લિક્વિડિટી પર અસર પજે છે.
તેનો મતલબ છે કે ઈમરજન્સીના સમયે ફંડની કમી પડી શકે છે. તે સમયે પછી બીજાના સામે હાથ ફેલાવવાની સ્થિતિ આવી શકે છે. બીજુ કારણ ટેક્સ છે. હોમ લોનના મૂળધન અને વ્યાજ બન્ને પર ટેક્સમાં છૂટ મળે છે. તમે આવકવેરા અધિનિયમ કલમ 80C હેઠળ હોમ લોન પર 1.5 લાખ સુધીની છૂટ પ્રાપ્ત કરી શકો છો. તેના ઉપરાંત તમને વ્યાજ પર 2 લાખ રૂપિયા સુધીનું અક્ઝંપ્શન મળે છે. પ્રીપેમેન્ટ કરવાથી તમને આ ફાયદો છોડવો પડે છે.