છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીનું પહેલું પરિણામ આવી ગયું છે. રાયપુર ડિવિઝનની અભાનપુર બેઠક પરથી ભાજપના ઈન્દર કુમાર સાહુ જીત્યા છે. તેમણે કોંગ્રેસના ધનેન્દ્ર સાહુને 15 હજાર મતોથી હરાવ્યા છે. ભાજપ બહુમત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ટ્રેન્ડમાં ભાજપ 54 અને કોંગ્રેસ 35 સીટો પર આગળ છે.
ભાજપમાં ઉજવણીનો માહોલ છે. તેમનું કહેવું છે કે દેશમાં એક જ ગેરંટી છે, તે મોદીની. કોંગ્રેસની છાવણીમાં નિરાશા જોવા મળી રહી છે. ડેપ્યુટી સીએમ સિંહદેવ અને 6 મંત્રીઓ પાછળ રહી ગયા છે. પૂર્વ સીએમ ડો.રમણ સિંહે કહ્યું છે કે અંધકાર દૂર થઈ રહ્યો છે, કમળ ખીલવાનું છે. વલણો બાદ ભાજપમાં ઉજવણીનો માહોલ છે ત્યારે કોંગ્રેસની છાવણીમાં નિરાશા જોવા મળી રહી છે.
રાજ્યમાં એવી 15 બેઠકો છે જ્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે લીડનો તફાવત 1000થી ઓછો છે. આંકડાઓની વાત કરીએ તો રાજીમ અને નવાગઢમાં ભાજપ આગળ છે, ભિલાઈમાં કોંગ્રેસ આગળ છે. અહીં 1000થી ઓછા મતનો તફાવત છે. આ સિવાય બીજેપી ઉમેદવાર અજય ચંદ્રાકર અંબિકાપુરમાં 366, કોંડાગાંવમાં 74, મુંગેલીમાં 928, ધર્મજાઈગઢમાં 406 અને કુરુડમાં 208 વોટથી આગળ છે.
કોંગ્રેસના ડેપ્યુટી સીએમ ટીએસ સિંહદેવ 8000 વોટથી પાછળ છે. આ ઉપરાંત વિધાનસભા અધ્યક્ષ ચરણદાસ મહંત, મંત્રી તામ્રધ્વજ સાહુ, મોહમ્મદ અકબર, અમરજીત ભગત, રવિન્દ્ર ચૌબે, જયસિંહ અગ્રવાલ, રુદ્ર કુમાર પાછળ છે.
શરૂઆતનો ઝુકાવ કોંગ્રેસ તરફ હતો, પરંતુ પછી સ્થિતિ બદલાવા લાગી. પહેલા રાઉન્ડ બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આકરો મુકાબલો હતો, પરંતુ ત્યારબાદ મુખ્યમંત્રી સહિત અનેક મંત્રીઓ એક પછી એક પાછળ પડવા લાગ્યા હતા. જો કે કેટલીક બેઠકો પર મોટા નેતાઓએ ફરી એકવાર લીડ મેળવી લીધી છે. રાયપુરમાં ભાજપ કાર્યાલયની બહાર જય શ્રી રામ અને મોદી-મોદીના નારા લગાવવામાં આવી રહ્યા છે.
ગણતરીનું અપડેટ