ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની ટી20 સીરીઝ રમાઇ રહી છે, ભારતીય ટીમ 1-0થી લીડ બનાવી લીધી છે અને આજે બન્ને ટીમો વચ્ચે બીજી ટી20 રમાઇ રહી છે જેમાં ઓસ્ટ્રલીયા ટોસ જીતી પહેલા બોલીગ કરવાનો નિર્ણય કર્યો છે ભારત બેટીંગ કરશે પહેલા. ઓસ્ટ્રલીયા બે ખિલાડીઓ બદલ્યા છે મેક્સવેલ અને ઝમ્પાને ટીમમાં લીધા છે ટોસ હાર્યા પછી સુર્યા કુમારે પણ કહ્યુ કે જો હુ ટોસ જીત્યો હોત તો બોલંગી જ કરત ટીમમાં કોઇ ફેરબદલ નથી કર્યો.
પીચ નો રિવ્યું – ઉછાળ ઓછો હશે અને બેટર માથી સારી પીચ છે. 72 મીટરની બ્રાઉન્ડ્રી રહશે.
ખાસ વાત છે કે, બન્ને વચ્ચે ટી20ના હેડ ટૂ હેડ રેકોર્ડના કેટલાક આંકડા ખાસ અને રોચક છે.22 સપ્ટેમ્બર 2007એ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ T20 મેચ રમાઈ હતી. આ ટક્કર પ્રથમ T20 વર્લ્ડકપની સેમિફાઈનલ મેચમાં થઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 15 રનથી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. આ મેચ બાદથી બંને ટીમો છેલ્લા 16 વર્ષમાં 27 વખત સામસામે ટકરાઇ ચૂકી છે. આ 27 મેચોમાં ટીમ ઈન્ડિયા 16 વખત જીતી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ 10 જીત મેળવી છે અને એક મેચ અનિર્ણિત રહી છે