ભારત અને ન્યુઝીલેન્ડ વર્લ્ડ કપ 2023ની સેમિફાઇનલ મેચ બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કુલ 6 ખેલાડીઓના વખાણ કર્યા છે, જેમાં 2 કિવી ખેલાડીઓનો સમાવેશ થાય છે. હા, હિટમેને ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન અને ડેરેલ મિશેલના વખાણ કર્યા અને કહ્યું કે તેમની ભાગીદારીએ મેદાન પર હાજર દર્શકોને શાંત કરી દીધા હતા, જોકે, ભારતીય બોલરોએ જોરદાર વાપસી કરી હતી અને ચાહકોને ફરી એકવાર ડાન્સ કરવાનો મોકો આપ્યો હતો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરની સદીની મદદથી બોર્ડ પર 397 રન બનાવ્યા હતા. આ સ્કોર સામે ન્યુઝીલેન્ડની ટીમ 7 બોલ બાકી રહેતા 327 રન પર જ સિમિત રહી હતી. ભારતે આ મેચ 70 રને જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
રોહિત શર્માએ મેચ બાદ કહ્યું, ‘હું અહીં ઘણું ક્રિકેટ રમ્યો છું, તમે અહીં રિલેક્સ ન થઇ શકો. તમારે શક્ય તેટલી ઝડપથી મેચ સમાપ્ત કરવી પડશે. અમને ખબર હતી કે અમારા પર દબાણ હશે. મેદાનમાં અમે થોડા દબાણમાં હોવા છતાં શાંત હતા. આ વસ્તુઓ થવાની જ છે, ખુશી છે કે અમે મેચ પૂરી કરી શક્યા. જ્યારે સ્કોરિંગ રેટ 9 થી ઉપર હશે, ત્યારે તમને તકો મળશે, તેઓએ અમને તકો આપી, પરંતુ અમે તેનો ફાયદો ઉઠાવ્યો નહીં. મિશેલ અને વિલિયમસને શાનદાર બેટિંગ કરી. અમારે શાંત રહેવું પડ્યું, ચાહકો શાંત હતા, આ રમતનો સ્વભાવ છે. અમે જાણતા હતા કે અમારી અલગ કંઈક કરવું પડશે. અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા અને શમીનું શાનવદાર પ્રદર્શન રહ્યુ
તેણે ભારતીય બેટ્સમેનોની વધુ પ્રશંસા કરી અને કહ્યું, ‘ટોચના પાંચ-છ બેટ્સમેનો શાનદાર રીતે રમ્યા છે. અય્યરે આ ટૂર્નામેન્ટમાં જે કર્યું છે તેનાથી ખૂબ જ ખુશ છું. ગિલ જે રીતે આગળ વધ્યો અને બેટિંગ કરી તે શાનદાર હતી, કમનસીબે તેને પરત ફરવું પડ્યું. કોહલી હંમેશની જેમ શાનદાર હતો, તેણે તેની ટ્રેડમાર્ક ઇનિંગ્સ રમી અને તેના મુકામ સુધી પહોંચ્યો. એકંદરે બેટિંગ શાનદાર રહી હતી. આ તે ઉદાહરણ છે જેની સાથે આપણે આગળ વધવા માંગીએ છીએ. ઈંગ્લેન્ડ સામેની મેચમાં અમારા બોર્ડ પર માત્ર 230 રન હતા. અમારા બોલરો જે રીતે આગળ આવ્યા અને બોલિંગ કરી, તેમણે વિકેટ લીધી. આજે, હું એમ નહીં કહું કે ત્યાં કોઈ દબાણ નથી. લોકો કામ કરતા હતા. અમે તે જ કરવા માગતા હતા જે અમે પ્રથમ નવ મેચમાં કરતા આવ્યા છીએ. નિર્ણયો અને ટીમનું પ્રદર્શન ને કારણે જીત મળી