Surat News: સુરતમાંથી એક વિચિત્ર અને ચોંકાવનારી માહિતી સામે આવી છે. હાલમાં આપ નેતાએ ભાજપ શાસિત સુરત મહાનગર પાલિકા પર ગંભીર આરોપ લાગવ્યો છે. આપ નેતાએ આરોપ લગાવતા કહ્યું છે કે, સુરત મનપાએ છેલ્લા પાંચ વર્ષમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીમાં 5 કરોડ રૂપિયાનો ખર્ચ કરી દીધો છે. આપ નેતાના આ આરોપ બાદ સુરતમાં રાજકારણ ગરમાયુ છે.
સુરતમાં નેતાઓ પ્રજાના પરસેવાના પૈસાથી લહેર કરી રહ્યાં છે, પ્રજાના પૈસાનું પાણી કરી રહ્યાં છે, આવો આરોપ આમ આદમી પાર્ટીના ઉપનેતા મહેશ અણઘને લગાવ્યો છે. મનપા વિપક્ષ આમ આદમી પાર્ટીના ઉપનેતા મહેશ અણઘને સુરત મનપા પર ગંભીર આરોપોનો મારો ચલાવ્યો છે. તેમને કહ્યું કે, પાલિકાએ 5 વર્ષમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પાછળ અધધધ 5 કરોડ રૂપિયા ખર્ચી નાંખ્યા છે. 73-D હેઠળની બિલ મંજૂરી પર બિલોરી કાચ મુકવા છતાં ખર્ચો બે કાબુ રીતે દેખાઇ રહ્યો છે. તેમને વધુમાં આરોપ લગાવ્યો કે, મંડપ સાઉન્ડ સિસ્ટમ જાહેરાતના બેનરો માટે પણ મનપા દ્વારા મોટી માતબર રકમનો ખર્ચ કરાયો છે.