Related Posts
વન-ડે વર્લ્ડ કપ જીતવા માટેની બે ફેવરિટ ટીમ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાનમાં મેચ રમાઈ રહી છે. જેમાં ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્લેઇંગ-11માં કોઈ જ ફેરફાર કર્યો નથી. જ્યારે સાઉથ આફ્રિકાએ એક ફેરફાર કર્યો છે, તેઓએ ગેરાલ્ડ કોએત્ઝીની જગ્યાએ તબરેઝ શમ્સીને લીધો છે.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.
સાઉથ આફ્રિકા: ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રાસી વાન ડેર ડ્યુસેન, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સન, કેશવ મહારાજ, તબરેઝ શમ્સી, કાગીસો રબાડા, લુંગી એન્ગિડી.