વિશ્વકપમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું, સેમિફાઇનલમાં જગ્યા પાકી, પેસ બોલોરોએ10 ઓવરમા 6 વિકેટ લીધી

By: nationgujarat
02 Nov, 2023

આજે વાનખેડામાં ભારત અને શ્રીલંક વચ્ચે મેચ રમાઇ હતી. શ્રીલંકા ટોસ જીત બોલીગ કરવાનો નિર્ણય કર્યો અને કોહલી, ગીલ અને અય્યરના સ્કોરે 358 રનનો ટાર્ગેટ જીતવા આપ્યો જેની સામે શ્રીલંકાની ટીમ ફકત 10 ઓવરમાંજ 6 વિકેટ લઇ જીત નક્કી કરી દીધી છે. શ્રીલંકાની કમર ભારતીય ત્રણ પેસ બોલોરે તોડી નાખી જેમાં બુમરાહ 5 ઓવર એક મેડન 8 રન આપી એક વિકેટ લીધી તો શિરાજ 6 ઓવર બે મેડર 15 રન અને ત્રણ વિકેટ તો શમીએ 3 ઓવર એક મેડન એક રન 7 વિકેટ લઇ ભારતની જીત નક્કી કરી દીધી છે આ સાથે ટીમ ઇન્ડિયા સેમિફાઇનલમાં પહોચી ગઇ અને પોઇન્ટ ટેબલ પર પ્રથમ પહોંચી ગઇ છે. મેન્સ વિશ્વકપમાં શમી સોથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો 44 વિકેટ લીધી આ પહેલા ઝહીર ખાન અને શ્રીનાથે  44 વિકેટ લીધી હતી . શમીએ 14 મેચમાં 44 વિકેટ લીધી છે વિશ્વકપમાં . શ્રીલંકાના પાંચ બેટર તો ભારતીય બોલીંગ સામે 0 રન પર આઉટ થયા છે તો 2 બેટરે ફકત એક રન કરી શક્યા આમ કુલ 2 રનમાં 7 વિકેટ પડી હતી. સૌથી વધુ રન એન્જોલોએ 12 રન કર્યા હતા. જો કે હાલ તીક્ષણા અને કસુન રમી રહ્યા છે પણ તેમનાથી ઓટલો મોટો સ્કોર ચેઝ થઇ શકે તેમ નથી એટલે મેચ ભારત જીત જશે તેમા નવાઇ નથી.

શ્રીલંકાની વિકેટ

Fall of wickets: 1-0 (Pathum Nissanka, 0.1 ov), 2-2 (Dimuth Karunaratne, 1.1 ov), 3-2 (Sadeera Samarawickrama, 1.5 ov), 4-3 (Kusal Mendis, 3.1 ov), 5-14 (Charith Asalanka, 9.3 ov), 6-14 (Dushan Hemantha, 9.4 ov), 7-22 (Dushmantha Chameera, 11.3 ov), 8-29 (Angelo Mathews, 13.1 ov) • DRS

આવી રીતે પડી શ્રીલંકાની વિકેટ…

પહેલી: શ્રીલંકાની ઇનિંગની પહેલી ઓવરના પહેલા જ બોલે બુમરાહે ગુડ લેન્થ પર બોલ નાખ્યો, જેને ડિફેન્ડ કરવા જતા પથુમ નિસાંકાથી મિસ થઈ જતા તે LBW આઉટ થયો હતો.

બીજી: બીજી ઓવરના પહેલા બોલે સિરાજે ફૂલર લેન્થ પર બોલ નાખ્યો, જેને દિમુથ કરુણારત્નેથી મિસ થઈ જતા પ્લમ્બ LBW આઉટ થયો હતો.

ત્રીજી: બીજી ઓવરના પાંચમા બોલે સિરાજે આઉટ સાઇડ ઑફ સ્ટમ્પ પર બોલ નાખ્યો, જેને સદીરા સમરવિક્રમા રમવા ગયો, પણ એડ્જ વાગતા થર્ડ સ્લિપમાં ઊભેલા શ્રેયસ અય્યરે કેચ કર્યો હતો.

ચોથી: ચોથી ઓવરના પહેલા બોલે સિરાજે ગુડ લેન્થ પર બોલ નાખ્યો, જે સ્વિંગ થયો અને કુસલ મેન્ડિસ બોલ્ડ થયો હતો.

પાંચમી: 10મી ઓવરના ત્રીજા બોલે શમીએ આઉટ સાઇડ ઑફ સ્ટમ્પ પર બોલ નાખ્યો, જેને ચરિથ અસલંકાએ બેકવર્ડ પોઇન્ટ પર જોરથી શોટ માર્યો, પણ ત્યાં ઊભેલા જાડેજાએ શાનદાર કેચ કર્યો હતો.

છઠ્ઠી: 10મી ઓવરના ચોથા બોલે શમીએ ફૂલર લેન્થ પર બોલ નાખ્યો, જેને દુષન હેમંથા ડ્રાઇવ મારવા ગયો, પણ એડ્જ વાગતા વિકેટકીપર કેએલ રાહુલે કેચ કર્યો હતો.

સાતમી: 12મી ઓવરના ત્રીજા બોલે શમીએ બાઉન્સર નાખ્યો, જેને દુષ્મંથા ચમીરાના ગ્લોવ્ઝમાં બોલ વાગ્યો અને વિકેટકીપર કેએલ રાહુલે કેચ કર્યો હતો.

 

આ વર્લ્ડ કપમાં ભારતે પ્રથમ વખત 357 રન બનાવ્યા
ટોસ હારીને બેટિંગ કરવા આવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ આ વર્લ્ડ કપમાં પ્રથમ વખત 350+ રન બનાવ્યા હતા.

ભારત તરફથી શુભમન ગિલે 92 બોલમાં 92 રન, વિરાટ કોહલીએ 94 બોલમાં 88 રન અને શ્રેયસ અય્યરે 56 બોલમાં 82 રન બનાવ્યા હતા. અંતમાં રવીન્દ્ર જાડેજાએ 35 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી દિલશાન મદુશંકાએ 5 વિકેટ લીધી હતી. જ્યારે દુષ્મંથા ચમીરાને એક વિકેટ મળી હતી

શ્રીલંકાએ ટોસ જીત પહેલા બોલીગ કરવાનો નિર્ણય કર્યો. શ્રીલંકાએ ટીમમાં એક ફેરફાર કર્યો છે જ્યારે ભારતે ટીમમાં કોઇ બદલાવ કર્યો નથી. બેટીંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ માંથી રોહીત અને ગીલ ઓપનીગ કરવા આવ્યા હતા જેમાં રોહીતે પહેલા બોલે ફોર અને બીજા બોલે બોલ્ડ થયો હતો રોહીતની બીજા જ બોલે વિકેટ પડતા કોહલી  બેટીંગ માટે આવ્યો હતો જો કે  બંનેની વિકેટ પડી જ જાત પરંતુ લંકાની ખરાબ ફિલ્ડીંગ બંનેને જીવતદાન આપ્યું . ગીલ 92તો કોહલી 88  રન કરી out  થયો તો શ્રેય્યસ અય્યર પણ 82 રન પર આઉટ થયો આમ જોવા જઇએ તો કોઇ બેટરની સદી થઇ નહી .શ્રીલંકાએ મેચમાં ઘણી ખરાબ ફિલ્ડિંગ કરી છે . ભારતે શ્રાીલંકાને જીતવા માટે 358 રનનો ટાર્ગેટ આપ્યો છે.

શ્રેયસ અય્યર 56 બોલમાં 82 રન  કરી આઉટ થયો શ્રલંકા તરફથી મધુશંકાએ 5 વિકેટ લીધી તો એક વિકેટ ચમેરાને મળી હતી  જાડેજાએ 23 બોલમાં 34 રન કર્યા હતા.

સોથી વધુ ભાગીદારી

કોહલી અને ગીલની 189 પછી રાહુલ અને અય્યર – 60 રનની, જાડેજા અને અય્યરની 57 રનની , જાડેજા અને શમીની 22 રનની ભાગીદારી

Fall of wickets: 1-4 (Rohit Sharma, 0.2 ov), 2-193 (Shubman Gill, 29.6 ov), 3-196 (Virat Kohli, 31.3 ov), 4-256 (KL Rahul, 39.2 ov), 5-276 (Suryakumar Yadav, 41.3 ov), 6-333 (Shreyas Iyer, 47.3 ov)


Related Posts

Load more