INDIA SCORE – શ્રીલંકાને જીતવા માટે 358 રનનો ટાર્ગેટ , કોઇ બેટર સદી ન કરી શકયો

By: nationgujarat
02 Nov, 2023

આજે વાનખેડામાં ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઇ રહી છે. શ્રીલંકાએ ટોસ જીત પહેલા બોલીગ કરવાનો નિર્ણય કર્યો. શ્રીલંકાએ ટીમમાં એક ફેરફાર કર્યો છે જ્યારે ભારતે ટીમમાં કોઇ બદલાવ કર્યો નથી. બેટીંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ માંથી રોહીત અને ગીલ ઓપનીગ કરવા આવ્યા હતા જેમાં રોહીતે પહેલા બોલે ફોર અને બીજા બોલે બોલ્ડ થયો હતો રોહીતની બીજા જ બોલે વિકેટ પડતા કોહલી  બેટીંગ માટે આવ્યો હતો જો કે  બંનેની વિકેટ પડી જ જાત પરંતુ લંકાની ખરાબ ફિલ્ડીંગ બંનેને જીવતદાન આપ્યું . ગીલ 92તો કોહલી 88  રન કરી out  થયો તો શ્રેય્યસ અય્યર પણ 82 રન પર આઉટ થયો આમ જોવા જઇએ તો કોઇ બેટરની સદી થઇ નહી .શ્રીલંકાએ મેચમાં ઘણી ખરાબ ફિલ્ડિંગ કરી છે . ભારતે શ્રાીલંકાને જીતવા માટે 358 રનનો ટાર્ગેટ આપ્યો છે.

શ્રેયસ અય્યર 56 બોલમાં 82 રન  કરી આઉટ થયો શ્રલંકા તરફથી મધુશંકાએ 5 વિકેટ લીધી તો એક વિકેટ ચમેરાને મળી હતી  જાડેજાએ 23 બોલમાં 34 રન કર્યા હતા.

સોથી વધુ ભાગીદારી

કોહલી અને ગીલની 189 પછી રાહુલ અને અય્યર – 60 રનની, જાડેજા અને અય્યરની 57 રનની , જાડેજા અને શમીની 22 રનની ભાગીદારી

Fall of wickets: 1-4 (Rohit Sharma, 0.2 ov), 2-193 (Shubman Gill, 29.6 ov), 3-196 (Virat Kohli, 31.3 ov), 4-256 (KL Rahul, 39.2 ov), 5-276 (Suryakumar Yadav, 41.3 ov), 6-333 (Shreyas Iyer, 47.3 ov)

વન-ડે વર્લ્ડ કપ 2023માં 33મી મેચમાં આજે બે વખતની વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ શ્રીલંકા સામે રમશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં શ્રીલંકાએ ટૉસ જીતીને બોલિંગ લીધી છે. ટીમ ઈન્ડિયા તરફથી રવીન્દ્ર જાડેજા અને શ્રેયસ અય્યર ક્રિઝ પર છે. શ્રેયસ અય્યરે વન-ડે કરિયરની 16મી અડધી સદી પૂરી કરી છે.

રોહિત શર્માએ ઇનિંગના પહેલા બોલે ચોગ્ગો માર્યો હતો, પણ બીજા જ બોલે બોલ્ડ થયો હતો. તેને મદુશંકાએ આઉટ કર્યો હતો. શુભમન ગિલ સેન્ચુરી ચૂકી ગયો હતો. તેને 92 રનના વ્યક્તિગત સ્કોર પર મદુશંકાએ આઉટ કર્યો હતો. મદુશંકાએ ત્રીજી વિકેટ લેતા કોહલીને આઉટ કર્યો હતો. કોહલી સચિનના રેકોર્ડની બરાબરી કરવાથી ચૂકી ગયો હતો. તે 88 રને આઉટ થયો હતો.

દુષ્મંથા ચમીરાએ ભારતને ચોથો ફટકો આપ્યો હતો. તેણે કેએલ રાહુલને આઉટ કર્યો હતો. રાહુલ 21 રન બનાવીને આઉટ થયો હતો. રાહુલ અને અય્યર વચ્ચે 60 રનની ભાગીદારી થઈ હતી. મદુશંકાએ ચોથી વિકેટ ઝડપી હતી. તેણે સૂર્યકુમાર યાદવ (12 રન)ને આઉટ કર્યો હતો.

આવી રીતે પડી ટીમ ઈન્ડિયાની વિકેટ…

પહેલી: પહેલી ઓવરના બીજા જ બોલે મદુશંકાએ ગુડ લેન્થ પર બોલ નાખ્યો, જેને રોહિત ડિફેન્ડ કરવા ગયો, પણ બોલ થોડો સ્વિંગ થતા બોલ્ડ થયો હતો.

બીજી: 30મી ઓવરે મદુશંકાએ રાઉન્ડ ધ વિકેટ બોલિંગ કરી, જેમાં તેણે સ્લોઅર બાઉન્સર નાખ્યો, જેમાં ગિલ અપર કટ રમવા ગયો, પણ એડ્જ વાગતા વિકેટકીપર કુસલ મેન્ડિસે કેચ કર્યો હતો.

ત્રીજી: 32મી ઓવરના ત્રીજા બોલે મદુશંકાએ ફૂલર લેન્થ પર સ્લોઅર બોલ નાખ્યો, જેને કોહલી ડ્રાઇવ મારવા ગયો, પણ બોલ ધીમો હોવાથી કવર પર ગયો અને પથુમ નિસાંકાએ કેચ કરી લીધો હતો.

ચોથી: 40મી ઓવરના બીજા બોલે ચમીરાએ આઉટ સાઇડ ઑફ સ્ટમ્પ બોલ નાખ્યો, જેને રાહુલ ડ્રાઇવ લગાવવા ગયો પણ સર્કલની અંદર જ ઊભેલા હેમંથાએ કવર પર કેચ કર્યો હતો.

પાંચમી: 42મી ઓવરના ત્રીજા બોલે મદુશંકાએ લેગ સ્ટમ્પ પર સ્લોઅર બાઉન્સર નાખ્યો, જેને સૂર્યા પાછળની સાઇડ રમવા ગયો, પણ બોલ ગ્લોવ્ઝમાં વાગતા વિકેટકીપર કુસલ મેન્ડિસે કેચ કરી લીધો હતો.

છઠ્ઠી – 47.3 બોલમાં શ્રેયસ અય્યરની વિકેટ પડી ભારતનો સ્કોર 333-6 હતો અય્યરને મધુશંકાએ આઉટ કર્યો

સાતમી વિકેટ મોહમ્મદ શમીની પડી 49.3 બોલે સ્કોર 355 રનનો હતો  શમી રન આઉટ થયો હતો

 


Related Posts

Load more