Neeraj Chopra Diet Plan: એથ્લીટ નિરજ ચોપડાને જમાવામા શું પસંદ છે જાણો

By: nationgujarat
02 Nov, 2023

દેશમાં એથ્લિટ ખિલાડીઓ ખૂબ જ સારુ પ્રદર્શન કરી રહ્યા છે અને તેમાં એક નામ ખૂબ જ ચર્ચામાં છે તે છે નિરજ ચોપડા. નિરજ ચોપડાની સફળતા પાછળ તેની ફિટનેસ અને ડાયટ પણ એક મહત્વનો ભાગ છે. નિરજ ચોપડાના મતે એથ્લિટ ખિલાડી માટે ફિટનેસ અને ડાયટ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. નિરજ ચોપડાને ખાવામાં શું પસંદ છે તે અંગે પણ તમે આજે જાણી લો. એક કાર્યક્રમમાં સવાલ પુછતા નિરજે જણાવ્યું કે તેને શાકાહરી ફુડ ખૂબ જ પસંદ છે. વિદેશ જયારે ટ્રેનિગ માટે જવાનું થાય છે ત્યારે ન છુટકે નોનવેજ ખાવુ પડે છે.

ઘરના ખાવા જેવુ સારુ કયાય નહી

નિરજ ચોપડાએ કહ્યુ કે જયારે તે ભારતમાં હોય છે ત્યારે શાકાહીર ભોજન લેવાનો આગ્રહ રાખે છે. ઘર જેવું ખાવાનુ હોટલમાં પણ ન મળે. જમવામાં શાકાહારી ભોજન જેમ કે દાળ ભાત, શાક, રોટલી,દહીં. વેજ બીરયાની અને પનીર ખાવવું  ગમે છે.

ચા અને મીઠાઇ થી રહેવું પડે છે દુર

એક એથ્લિટે ખાવામાં ખૂબ જ કાળજી લેવી પડે છે ઘણી એવી વાનગીઓ થી દુર રહેવું પડે છે જેમ કે મે 6 મહિનાથી ચા  અને મીઠાઇ ખાઘી નથી.  જયારે ઘરે રહેવાની તક મળે ત્યારે ચા અને મીઠાઇ ખાઇ લવ છું. ટ્રેનિગ કરતા સમયે અમુક ફુડ કે જે શરૂરને અંદરથી સ્ટ્રોગ રાખે છે તે વસ્તુ ખાવવી પડે છે જેથી સ્વાદના ચસ્કાથી દુર રહેવું પડે છે. મોસ્ટ ઓફ ટ્રેનિંગ વિદેશમાં રહીને કરવાની હોવાથી નેચરણ ડાયટ અને સપ્લીમેન્ટનું સંતુલન રાખવું પડે છે. વિદેશમાં રહેવાનું કારણે નોનવેજ ખાવુ પડે છે.

નીરજ ચોપડાને મતે 2023 ખૂબ જ સારુ રહ્યુ છે. તેણે વર્લ્ડ ચેમ્પિયનો એવોર્ડ અને ઓલ્મપિકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. હવે તે સંપુર્ણ ધ્યાન 2024માં પેરીસ ઓલ્મપિક રમત પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યો છે.

 


Related Posts

Load more