નવરાત્રીના ત્રીજા દિવસે અમદાવાદના ગરબામાં ખેલૈયાઓ મોડે સુધી ગરબે ધુમ્યા

By: nationgujarat
18 Oct, 2023

નવલી નવરાત્રીના ત્રીજા દિવસે ખેલૈયાઓનો થનગનાટ જોવા મળ્યો અને મળે પણ કેમ નહી રાજય સરકારે ખેલૈયાઓને ત્રીજા દિવસે મોડે સુધી ગરબા રમવાની છુટ આપી દીધી છે. રાજય સરકાર દ્વારા મોડે સુધી ગરબા રમવાની મંજૂરી આપ્યા પછી સોસાયટી ,શેરી અને પાર્ટી પ્લોટમાં મોડે સુધી ગરબા રમવામાં આવ્યા હતા ખેલૈયાઓ સરકારના આ નિર્ણયથી ખુશ જોવા મળ્યા હતા કેટલીક જગ્યાએ પાર્ટી પ્લોટ 1 વાગ્યે આયોજકોએ ગરબા બંધ કરવી દેતા ખેલૈયાઓએ ગરબા ચાલુ રાખવા વિનંતી પણ કરી હતી તો ઘણી સોસાયટીમાં તો રાત્રીના 3 વાગ્યા સુઘી ગરબા ચાલુ રહ્યા હતા

અમદાવાદના ગરબામા ખેલૈયાઓએ  ત્રીજા નોરતે મોડે સુધી ગરબે ધૂમ્યા હતા. ત્રીજા નોરતે ઇવેન્ટમાં જુદા-જુદા ગ્રુપ દ્વારા ટ્રેડિશનલ પહેરવેશથી ગરબે ધુમ્યા હતા. અમદાવાદનો ગરબામાં ટ્રેડિશનલ ડ્રેસ સિવાય એન્ટ્ર ન હોવાથી ગ્રાઉન્ડ રંગેબે રંગી ટ્રેડિશનલ ડ્રેસથી રંગાયુ હતું. ત્રીજા નોરતે ગાયક કલાકાર અંકિતા શાહ દ્વારા ખેલૈયાઓને ગરબે ઝુલાવ્યા હતા. મોડી રાત્રી ગાયક કલાકાર અંકિતા શાહે સૌને  ગરબે રમાડી માતાજીની આરાધના પણ કરવી ગ્રાઉન્ટમાં ઉપસ્થિત દરેક વ્યકિત જય અંબેના નાદથી ગ્રાઉન્ડ ગુંજાવ્યું હતું.

ખેલૈયાઓનું ગ્રુપ

અક્ષર રાસ ગરબાના 40 ખેલૈયાઓએ સૌનું મન મોહી લીધુ હતું . અક્ષર રાસ ગરબામાં 40 થી 50 ઉમંરના ખેલૈયાઓ  પણ હિંલોળે ચડયા હતા .પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ’તી પાવાગઢવાળી મને દર્શન દે, દર્શન દે ના ગરબા ગ્રુપ દ્વારા અવનવા સ્ટેપસ રમ્યા હતા . ગ્રુપના વડિલ ખેલૈયા આશિષભાઇના જણાવ્યા પ્રમાણે ભલે 40 વર્ષની ઉમંર થઇ પણ ગરબાનું નામ પડે એટલે હજી પણ રમાવાનો થનગનાટ આવી જ જાય છે. રાત્રે મોડે સુધી ગરબા રમી સવારે ઓફીસ પણ જવાનું હોય 9 દિવસ કામ સાથે આનંદ પણ માળવુ આજે પણ ગમે છે.

સુરભીરાસ ગરબાના આયોજક કૌશલભાઇના જણાવ્યા પ્રમાણે ગ્રુપમાં 300 ખેલૈયાઓ છે કે જેઓ 2 મહિનાથી ગરબાની અવનવા સ્ટેપ્સની પ્રેકટીસ કરી નવરાત્રીમાં નવ દિવસ સારા ગરબા રમી માતાજીના આરધાન થાય તેનું આયોજન કરતા હોય છે. ગરબામાં રમવા ગ્રુપના મેમ્બર  ટ્રેડિશનલ ડ્રેસમાં આવે છે.

ગ્રુપ દ્વારા સ્પર્ધા

અમદાવાદના ગરબામાં જુદા-જુદા ગ્રુપ દ્વારા સારા ગરબા રમવાની સ્પર્ધા પણ જોવા મળી. ગાયક કલાકાર દ્વારા જુદા- જુદા ગરબા ગાય તેમ ખેલૈયાઓના સ્પેસ પણ બદલાતા જે સૌનું ધ્યાન આકર્ષિત કરે છે. અમદાવાદના ગરબામાં ગરબા પછી ખેલૈયાઓને ઇનામનું વિતરણ આયોજક વિશાલ જાદવ દ્વારા કરવામાં આવ્યું છે.


Related Posts

Load more