વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે ભારતની જીત

By: nationgujarat
11 Oct, 2023

અફઘાનિસ્તાને વર્લ્ડ કપ 2023માં ભારતને 273 રનનો ટાર્ગેટ આપ્યો છે. નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું, ટીમે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 272 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત તરફથી વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર નોટ આઉઠ રહ્યા. ટીમ ઇન્ડિયા તરફથી સૈથી મોટી પાર્ટનરશિપ રોહિત અને ઇશાન કિશનની 156 રનની રહી જેમાં રોહીતે 102 અને કિશને 47 રન કર્યા હતા ત્યાર પછી મોટી ભાગીદારી કોહલી અને અય્યરની 68 રનની રહી જેમને ભારતને જીત અપાવી

Fall of wickets: 1-156 (Ishan Kishan, 18.4 ov), 2-205 (Rohit Sharma, 25.4 ov) •

India  (T: 273 runs from 50 ovs)
BATTING R B M 4s 6s SR
b Rashid Khan 131 84 111 16 5 155.95
c Ibrahim Zadran b Rashid Khan 47 47 78 5 2 100.00
not out 55 56 64 6 0 98.21
not out 25 23 31 1 1 108.69
Extras (b 1, lb 4, w 10) 15
TOTAL 35 Ov (RR: 7.80) 273/2

રોહિતે 63 બોલમાં સદી ફટકારી હતી, તેણે અત્યાર સુધીમાં આ ઇનિંગમાં 5 સિક્સર ફટકારી હતી.

રાશિદ ખાને ઈશાન કિશનને આઉટ કર્યો હતો. ઈશાન 47 રન બનાવીને આઉટ થયો હતો. રાશિદે બીજી વિકેટ લેતા રોહિત શર્માને આઉટ કર્યો હતો. રોહિત 84 બોલમાં 131 રન બનાવીને આઉટ થયો હતો.

રોહિતે 84 બોલમાં 131 રન બનાવ્યા
ભારત તરફથી ઓપનિંગ કરવા આવેલા કેપ્ટન રોહિત શર્માએ શરૂઆતની ઓવરોમાં જ આક્રમણ શરૂ કર્યું હતું. તેણે 30 બોલમાં ફિફ્ટી અને 63 બોલમાં સદી ફટકારી હતી. તે 84 બોલમાં 131 રન બનાવીને આઉટ થયો હતો, આ ઇનિંગમાં તેણે 16 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા.

રોહિત વર્લ્ડ કપમાં 7 સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો
રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામે 63 બોલમાં સદી ફટકારી હતી. તે ODI વર્લ્ડ કપમાં 7 સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો. તેણે 44 ઇનિંગ્સમાં 6 સદી ફટકારનાર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. રોહિતે 2015માં એક સદી અને 2019માં 5 સદી ફટકારી હતી. રોહિતની વન-ડે કારકિર્દીની આ 31મી સદી છે.

વન-ડેમાં સૌથી વધુ સદીઓની બાબતમાં તેણે ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધો છે, જેના નામે 30 સદી છે. સૌથી વધુ સદી ફટકારવાના મામલે રોહિત ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. સચિન તેંડુલકર પ્રથમ સ્થાને (49 સદી) અને વિરાટ કોહલી બીજા સ્થાને (47 સદી) છે.

રોહિતે પણ માત્ર 30 બોલમાં જ પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તો તેણે 63 બોલમાં સદી ફટકારી હતી. તે સૌથી ઓછા બોલમાં વર્લ્ડ કપમાં સદી ફટકારનાર ભારતનો ખેલાડી બન્યો છે. તેણે કપિલ દેવનો 40 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો જેમણે 1983ના વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામે 72 બોલમાં સદી ફટકારી હતી.

રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો સિક્સર કિંગ બન્યો
રોહિત શર્મા અફઘાનિસ્તાન સામેની ઇનિંગ્સમાં 3 સિક્સર ફટકારીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો સિક્સર કિંગ બની ગયો. ત્રણેય ફોર્મેટ સહિત, રોહિતના નામે 555 છગ્ગા હતા. તેણે વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો, જેણે 453 મેચમાં 553 સિક્સર ફટકારી છે.

રોહિતે T20માં 77 સિક્સ, ટેસ્ટમાં 182 અને વન-ડેમાં 296 સિક્સર ફટકારી છે. રોહિતે આ ઇનિંગમાં 1000 ODI વર્લ્ડ કપ રન પણ પૂરા કર્યા, તેણે 19 ઇનિંગ્સમાં આ રેકોર્ડ હાંસલ કર્યો છે.

આવી રીતે પડી ટીમ ઈન્ડિયાની વિકેટ…

પહેલી: 19મી ઓવરના ચોથા બોલે રાશિદ ખાને ગુગલી બોલ નાખ્યો, જેને ઈશાન ડિફેન્ડ કરવા ગયો, પણ બોલ થોડો બાઉન્સ થયો અને એડ્જ વાગીને ઉછળ્યો અને વિકેટકીપર ઈબ્રાહિમ ઝદરને કેચ કર્યો હતો.

બીજી: 26મી ઓરવરના ચોથા બોલે રાશિદ ખાને ગુગલી નાખ્યો, જેને રોહિત સ્વિપ શોટ રમવા ગયો, પણ મિસ થઈ જતા બોલ્ડ થયો હતો.

અફઘાનિસ્તાનની ઇનિંગ…

નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાને ટૉસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું, ટીમે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 272 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ 80 રન અને અઝમતુલ્લા ઓમરઝાઈએ ​​62 રનની ઇનિંગ રમી હતી. તો ભારતીય ટીમ તરફથી જસપ્રીત બુમરાહે 4 વિકેટ લીધી હતી. તો હાર્દિક પંડ્યાને 2 વિકેટ મળી હતી. શાર્દૂલ ઠાકુર અને કુલદીપ યાદવે 1-1 વિકેટ લીધી હતી.


Related Posts

Load more