ટીમ ઈન્ડિયા વન-ડે વર્લ્ડ કપ 2023માં પોતાની પહેલી મેચ આજે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે રમી રહી છે. ભારતને 200 રનનો ટાર્ગેટ મળ્યો છે. ટીમ ઈન્ડિયા તરફથી વિરાટ કોહલી અને કેએલ રાહુલ ક્રિઝ પર છે. હવે કોહલી પર દેશની વિરાટ જનર
ટાર્ગેટ ચેઝ કરવામાં ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ઈશાન કિશન, રોહિત શર્મા અને શ્રેયસ અય્યર ઝીરોમાં આઉટ થયા હતા. ઈશાનને સ્ટાર્કે આઉટ કર્યો હતો. તો હેઝલવુડે એક જ ઓવરમાં રોહિત અને અય્યરને આઉટ કર્યા હતા.
આવી રીતે પડી ઓસ્ટ્રેલિયાની વિકેટ…
પહેલી: ત્રીજી ઓવરના બીજા બોલે બુમરાહે ગુડ લેન્થ પર બોલ નાખ્યો, જે સીમ પર પડીને થોડો આઉટ સ્વિંગ થયો, જેને માર્શ ડિફેન્ડ કરવા જતા એડ્જ વાગી અને ફર્સ્ડ સ્લિપમાં ઊભેલા કોહલીએ શાનદાર કેચ કર્યો હતો.
બીજી: 17મી ઓવરના ત્રીજા બોલે કુલદીપે નાખેલા બોલ પર વોર્નર રૂમ આપીને કવર પરથી શોટ મારવા ગયો, પણ બોલર કુલદીપ સાઇડ ગયો અને કુલદીપે કેચ કર્યો હતો.
ત્રીજી: 28મી ઓવરના પહેલાં બોલે જાડેજાએ ઑફ સ્ટમ્પ પર બોલ નાખ્યો, જેને સ્મિથ ડિફેન્ડ કરવા ગયો, પણ બોલ જબરો ટર્ન થયો અને બોલ્ડ થયો હતો.
ચોથી: 30મી ઓવરના બીજા બોલે જાડેજાએ ઑફ સ્ટમ્પની બહાર બોલ નાખ્યો, જેને માર્નસ લાબુશેન સ્વિપ શોટ મારવા ગયો, તેમાં એડ્જ વાગતા વિકેટકીપર કેએલ રાહુલે શાનદાર કેચ કર્યો હતો.
પાંચમી: 30મી ઓવરના ચોથા બોલે રવીન્દ્ર જાડેજાએ ગુડ લેન્થ પર બોલ નાખ્યો, જેને એલેક્સ કેરી ડિફેન્ડ કરવા ગયો, પણ મિસ થઈ જતાં LBW આઉટ થયો હતો.
છઠ્ઠી: 36મી ઓવરના પાંચમા બોલે કુલદીપે મેક્સવેલને બોલ નાખ્યો, જેને તે શોટ રમવા જતા ચૂકી ગયો અને બોલ્ડ થયો હતો.
સાતમી: 37મી ઓવરના બીજા બોલે અશ્વિને શોર્ટ લેન્થમાં બોલ નાખ્યો જેને કેમરૂન ગ્રીને કટ શોટ રમ્યો, પણ બેકવર્ડ પોઇન્ટ પર ઊભેલા હાર્દિકે કેચ કરી લીધો હતો.
આઠમી: 43મી ઓવરના બીજા બોલે બુમરાહની બોલિંગમાં પેટ કમિન્સ આઉટ થયો હતો.
નવમી: 49મી ઓવરના બીજા બોલે હાર્દિકે ફૂલ લેન્થ બોલ નાખ્યો, જેને એડમ ઝામ્પા લોંગ-ઑફ પરથી શોટ મારવા ગયો, પણ સર્કલની અંદર ઊભેલા કોહલીએ કેચ કરી લીધો હતો.
દસમી: છેલ્લી ઓવરના ત્રીજા બોલે સિરાજે સ્ટાર્કને બાઉન્સર નાખ્યો, જેને સ્ટાર્કે પુલ રમ્યો, પણ ટાઇમિંગ ના હોવાથી બાઉન્ડરીથી દોડીને અય્યરે કેચ કર્યો હતો.