World Cup LIVE – Eng નો સ્કોર 282-9 વિકેટ ,50 ઓવર પુરી, જીત માટે 283 રન

By: nationgujarat
05 Oct, 2023

ઈંગ્લેન્ડ વિ ન્યુઝીલેન્ડ લાઈવ સ્કોર: આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની શરૂઆત ઈંગ્લેન્ડ વિ ન્યુઝીલેન્ડ મેચ સાથે થઈ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલા વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
આગામી દોઢ મહિના સુધી ભારતના વિવિધ શહેરોમાં ક્રિકેટનો રોમાંચ જોવા મળશે. ટુર્નામેન્ટની 13મી સિઝનની પ્રથમ મેચમાં છેલ્લી વખતના ફાઇનલિસ્ટ આજે અમદાવાદમાં સામસામે ટકરાશે. વર્તમાન ચેમ્પિયન ઈંગ્લેન્ડનો મુકાબલો ઉપવિજેતા ન્યુઝીલેન્ડ સામે થશે.

બંને ટીમોના પોસિબલ પ્લેઇંગ-11

ઈંગ્લેન્ડ: જોસ બટલર (કેપ્ટન અને વિકેટકીપર), ડેવિડ મલાન, જોની બેયરસ્ટો, જો રૂટ, હેરી બ્રુક, લિયમ લિવિંગ્સ્ટન, મોઈન અલી, સેમ કરન, ક્રિસ વોક્સ, આદિલ રશીદ અને માર્ક વુડ.

ન્યુઝીલેન્ડ: ટોમ લાથમ (કેપ્ટન અને wk), ડેવોન કોન્વે, વિલ યંગ, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચાપમન, ડેરીલ મિશેલ, મિચેલ સેન્ટનર, જેમ્સ નીશમ/મેટ હેનરી, ઈશ સોઢી, ટ્રેન્ટ બોલ્ટ, લોકી ફર્ગ્યુસન.

ઇંગ્લેન્ડની પહેલી વિકેટ પડી 40 રનના સ્કોરમાં પહેલી વિકેટ 7.4 ઓવરમાં પડી ડેવીડ મલાનના રૂપમાં પહેલી વિકેટ

ઇગ્લેન્ડની બીજી વિકેટ જોની બેયરસ્ટોની પડી તેણે 33 રન કર્યા 4 ફોર એક સિક્સ ફટકારી

Fall of wickets: 1-40 (Dawid Malan, 7.4 ov), 2-64 (Jonny Bairstow, 12.5 ov), 3-94 (Harry Brook, 16.6 ov), 4-118 (Moeen Ali, 21.2 ov), 5-188 (Jos Buttler, 33.2 ov), 6-221 (Liam Livingstone, 38.5 ov), 7-229 (Joe Root, 41.1 ov), 8-250 (Chris Woakes, 44.6 ov), 9-252 (Sam Curran, 45.4 ov)
આવી રીતે પડી ઇંગ્લેન્ડની વિકેટ…

પહેલી: આઠમી ઓવરના ચોથા બોલે મેટ હેનરીએ આઉટ સાઇડ ઑફ સ્ટમ્પ બોલ નાખ્યો, જેને ડેવિડ મલાન શોટ રમવા ગયો, પણ એડ્જ વાગતા વિકેટકીપર ટોમ લાથમે કેચ કરી લીધો હતો.

બીજી: 13મી ઓવરના પાંચમા બોલે સેન્ટનરની બોલિંગમાં જોની બેયરસ્ટો લોંગ ઓફ પરથી શોટ મારવા ગયો, પણ ટાઇમિંગ ના હોવાથી બાઉન્ડરી પર ઊભેલા ડેરિલ મિચેલે કેચ કર્યો હતો.

ત્રીજી: 17મી ઓવરે રચિન રવીન્દ્રએ શોર્ટ બોલ નાખ્યો, જેને હેરી બ્રુક ડિપ મિડ વિકેટ ઉપરથી છગ્ગો મારવા ગયો, પણ ટાઇમિંગ ના હોવાથી બાઉન્ડરી પર ઊભેલા ડેવોન કોનવેએ સરળ કેચ કર્યો હતો.

ચોથી: 22મી ઓવરના બીજા બોલે ગ્લેન ફિલિપ્સે શોર્ટ બોલ નાખ્યો, જે થોડો નીચે રહ્યો અને મોઈન અલી ચૂકી જતાં બોલ્ડ થયો હતો.

પાંચમી: જોસ બટલર- 43 રન: 34મી ઓવરના બીજા બોલ પર મેટ હેનરીએ ટોમ લેથમના હાથે કેચ આઉટ કરાવ્યો. બેક ઓફ લેન્થ બોલ બેટની કિનારી લઈને વિકેટકીપર લેથમના ગ્લોવ્ઝમાં પહોંચી ગયો.

છઠ્ઠી: લિવિંગસ્ટન- 20 રન: 39મી ઓવરના પાંચમા બોલ પર ટ્રેન્ટ બોલ્ટે મેટ હેનરીના હાથે કેચ આઉટ કરાવ્યો. બોલ્ટની નકલ બોલ પર લિવિંગ્સ્ટન લેગની દિશામાં ફ્લિક કરવા માંગતો હતો, પરંતુ પાવર જનરેટ કરી શક્યો ન હતો અને ડીપ લોંગ-ઓન પર હેન્રીએ કેચ કર્યો હતો.

સાતમી: જો રૂટ- 77 રન: ગ્લેન ફિલિપ્સે 41મી ઓવરના બીજા બોલ પર બોલ્ડ કર્યો. જો રૂટ ફિલિપ્સના બોલ પર રિવર્સ સ્વીપ મારવા માંગતો હતો, પરંતુ બોલ બેટની નીચે ગયો અને સ્ટમ્પમાં ઘુસી ગયો હતો.

આઠમી: ક્રિસ વોક્સ – 11 રન: 45મી ઓવરના છેલ્લા બોલ પર મિશેલ સેન્ટનરના બોલ પર વિલ યંગે કેચ પકડ્યો. વોક્સ પોઈન્ટ ઉપર હિટ કરવા માગતો હતો પરંતુ લીડિંગ એજને કારણે કેચ આઉટ થઈ ગયો.
નવમી: સેમ કરન – 14 રન: 46મી ઓવરના ચોથા બોલ પર મેટ હેનરી,એ વિકેટકીપર લાથમને કેચ કરાવ્યો. કરન આઉટસાઈડ ઓફની શોર્ટ બોલ પર કટ મારવા માગતો હતો, પરંતુ બોલ એજ થઈને વિકેટકીપરના હાથમાં જતી રહી.

England  (50 ovs maximum)
BATTING R B 4s 6s SR
c Mitchell b Santner 33 35 4 1 94.28
c †Latham b Henry 14 24 2 0 58.33
b Phillips 77 86 4 1 89.53
c Conway b Ravindra 25 16 4 1 156.25
b Phillips 11 17 1 0 64.70
c †Latham b Henry 43 42 2 2 102.38
c Henry b Boult 20 22 3 0 90.90
c †Latham b Henry 14 19 0 0 73.68
c Young b Santner 11 12 1 0 91.66
not out 15 13 0 1 115.38
not out 13 14 0 0 92.85
Extras (w 6) 6
TOTAL 50 Ov (RR: 5.64) 282/9

Related Posts

Load more