મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતિ પૂર્વે આજે દેશભરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શ્રમદાન કરવામાં આવી રહ્યું છે.આ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુસ્તીબાજ અંકિત બેયનપુરિયા સાથે મળીને શ્રમદાન કર્યું હતું.
PM મોદીએ સોશિયલ મીડિયા પર અંકિત બેયનપુરિયા સાથેનો 4 મિનિટ 41 સેકન્ડનો વીડિયો શેર કર્યો છે. આમાં તેઓ સ્વચ્છ અને સ્વસ્થ ભારતનો સંદેશ આપી રહ્યા છે. સપ્ટેમ્બરના મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ લોકોને 1 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યાથી એક કલાક માટે સ્વચ્છતા માટે શ્રમદાન કરવાની અપીલ કરી હતી.
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ સહિત ઘણા મોટા નેતાઓએ ઝાડુ લગાવીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. સપ્ટેમ્બરના મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ લોકોને 1 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યાથી એક કલાક માટે સ્વચ્છતા માટે શ્રમદાન કરવાની અપીલ કરી હતી.
પીએમ મોદીએ આ શ્રમદાન માટે એક તારીખ, એક કલાક, એક સાથેનું સૂત્ર આપ્યું છે. તેમણે કહ્યું- સ્વચ્છ ભારત એક સહિયારી જવાબદારી છે અને દરેક પ્રયત્નો ગણાય છે. આજના અભિયાન માટે દેશભરમાં 6.4 લાખ સ્થળોની પસંદગી કરવામાં આવી હતી.