ભારતીય જનતા પાર્ટીમાં હાલ નરેન્દ્ર મોદી એક બ્રાન્ડ ચહેરો છે જેના નેતૃત્વમાં દરેક ચૂંટણી લડાઇ રહી છે તે સિવાય પાર્ટી રાજયમાં કોઇ જગ્યાએ અન્ય કોઇ લોકલ નેતાના નેતૃત્વમાં લડતી નથી . જો કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આ વખતે વિઘાનસભા ચૂંટણી છે પોલીટીકલ જાણકાર સુત્રો નું માનીએ તો મધ્યપ્રદેશમાં હાલ પાર્ટીએ શિવરાજસિંહ ચૌહાણને સાઇડ લાઇન કરી દીધા છે જો ભાજપ સત્તામાં આવશે તો નક્કી છે કે શિવરાજસિંહ તો મુખ્યમંત્રી નહી જ બને . પોલીટીકલ સુત્રએ આપેલી માહિતી સમજીએ તો.
મધ્ચપ્રદેશની ચૂંટણી ની તૈયારીમાં હાલ ભાજપ લાગી ગઇ છે અને ઘણુ બધુ બદલાતુ જોવા મળી રહ્યુ છે. પાર્ટીએ પહેલાથી જ નક્કી કરી લીધુ હતું કે આ વખતે શિવરાજી નેતૃત્વમાં ચૂંટણી નહી લડાય પરંતુ સામુહીક નેતૃત્વમાં જ ચૂંટણી ભાજપ લડશે. 2017માં ભાજપે જે રણનીતી યુપીમાં કરી હતી તે આ વખતે મધ્યપ્રદેશમાં કરશે. રાજયના અન્ય નેતાઓને જુદા જુદા વિસ્તારની જવાબદારી આપવામાં આવી છે જે દર્શાવે છે કે શિવારજસિંહને પાર્ટીને સેન્ટર પોઇન્ટથી દુર કરી દેવામાં આવ્યા છે. જન આશિર્વાદ યાત્રામાં શિવરાજને સંકેત આપી દેવામાં આવ્યો કે 2018ની જેમ 2023મામ તેઓ પાર્ટીના એક માત્ર ચહેરો નહી હોય. આ સિવાય જ્યોતિરઆદિત્ય સિંધ્યા, નરેન્દ્રસિહ તોમર,કૈલાસ વિજયવર્ગીય સહિત ડિડિ શર્માને પણ જવાબદારી આપી છે. પાર્ટીએ આ વખતે જે સિનિયરોને ટીકિટ આપી છે તે પણ આ વખતે સીએમના પ્રબલ દાવેદાર છે.
પાર્ટી આ વખતે મોદીના ચહેરા પણ લોકલ ચહેરાને સાથે રાખી ચૂંટણી પ્રયર કરી રહી છે. મોદી સભાઓ થકી મતદારોને પોતાની તરફ મતદાન કરવા પ્રયાર કરી રહ્યા છે. જો કે પ્રચારમાં શિવરાજ સિંહનું નામ છે તે એટલે છે કે તે સિએમ છે તેમનું વર્ચસ્વ પણ છે. તે ચૂટણી લડશે પંરતુ જે રાજયમાં સામુહિત નેૃતૃત્વમાં ચૂંટણી લડે ભાજપા તો તે સ્પષ્ટ સંકેટ છે કે ભાજપ પાસે સિએમના બીજા ચહેરા છે જેમને પાર્ટી આ વખતે તક આપી શકે છે. ચૂટણી જત્યા પછી સીએમ કોણ બનશે તે સંસદીય બોર્ડ અને ધારાસભ્યનું મંડળ નક્કી કરશે
મોદી અને શાહ શિવારજને સિએમ એટલે પણ નહી બનાવે કે તેમના નેૃત્વમાં 2018માં ચૂંટણી લડી હતી જેમા કોંગ્રેસ 114 સીટ જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી જ્યારે ભારતીય જનતા પાર્ટી 109 સીટ મળી હતી. પાર્ટી ફરી આ ભુલ નહી કરે . જો કે જ્યોતિરઆદિત્ય સિંધયાની બગાવતે ભાજપની સરકાર બની છે.