ચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગજાપુરા ગામમાં તળાવ નજીક આજે વહેલી સવારે 4 બાળકો રમતા રમતા એક ખાડામાં નાહવા પડ્યાં હતાં. ત્યારે અચાનક ખાડાના પાણીમાં ડૂબી જવાથી ચારેય બાળકોના મોત નીપજ્યાં હતા. ગજાપુરા ગામના એક જ પરિવારના 4 માસૂમ બાળકોના મોત થતા પરિવારમાં ભારે આક્રંદના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાને લઈ
ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સ્થળ પર પહોંચ્યા હતા. ચારેય બાળકોની લાશને તળાવમાંથી સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢી હતી. તમામ બાળકો અંદાજીત 10થી 12 વર્ષની ઉંમર હતી.
મૃતક બાળકોના નામ
ઘોઘંબાનું ગજાપુરા ગામ હિબકે ચડ્યું
ઘોઘંબા તાલુકાના ગુંદી નજીક આવેલા માલુ ગજાપુરા ગામે આવેલા તળાવમાં આજે સવારે ચાર બાળકો ડૂબ્યા હતા. ગામના 4 બાળકો તળાવ કિનારે રમવા માટે ગયા હતા. જે પૈકી બે બાળકો તળાવના પાણીમાં ઉતર્યા હતા. જેઓ તળાવના ઊંડા ખાડાના પાણીમાં ડૂબતા બહાર અન્ય બે બાળકો તેમને બચાવવા પાણીમાં ઉતર્યા હતા.