લોકસભા અને રાજ્યસભામાંથી મહિલા અનામત બિલ (નારી શક્તિ વંદન બિલ) પાસ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે દિલ્હીમાં ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. અહીં પાર્ટીની મહિલા કાર્યકરોએ તેમનું અભિવાદન કર્યું અને આભાર માન્યો. ભાજપ કાર્યાલય પર પહોંચતા જ વડાપ્રધાને મહિલા કાર્યકરોના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા.
વડાપ્રધાન મોદીએ કહ્યું, આજે હું દેશની દરેક માતા, બહેન અને પુત્રીને અભિનંદન આપું છું. ગઈકાલે અને તેના આગલા દિવસે એટલે કે 20 અને 21 સપ્ટેમ્બરે આપણે બધાએ એક નવો ઈતિહાસ રચાતો જોયો. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણને આ તક મળી છે. આ દિવસ અને આ નિર્ણયની દરેક ભાવિ પેઢીમાં ચર્ચા થશે.
પૂર્ણ બહુમતીવાળી સરકાર હોય ત્યારે આવા મજબુત નિર્ણયો લેવામાં આવે છે
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે સંપૂર્ણ બહુમતીવાળી સરકાર હોય છે ત્યારે આવા મજબુત નિર્ણય લેવામાં આવે છે. મહિલા મતદારોને શ્રેય આપતાં તેમણે કહ્યું કે અમારી માતા-બહેનોએ ભાજપને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. મતદાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ભાજપને મજબૂતીથી સત્તામાં આવવાની તક આપી.ભાજપ કાર્યાલય ખાતે પાર્ટીની મહિલા કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. મહિલા આરક્ષણ બિલ પાસ કરાવવા માટે તે પીએમ મોદીનો આભાર માન્યો હતો.ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા. શુક્રવારે સવારથી જ મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો ભાજપ કાર્યાલયની બહાર હાજર છે. તેઓ ગુલાલ ઉડાડીને અને મીઠાઈઓ વહેંચીને બિલ પાસ થયાની ઉજવણી કરી રહ્યા છે.
મોદીના ભાષણની મહત્વની વાતો; કહ્યું- આજે દરેક મહિલાનો આત્મવિશ્વાસ આકાશને સ્પર્શી રહ્યો છે