Asia Cup 2023 Final: ફાઇનલ માટે ટીમ ઇન્ડિયાએ બોલાવ્યો ભારતથી , રમશે ફાઇનલ

By: nationgujarat
16 Sep, 2023

વોશિંગ્ટન સુંદર એશિયા કપ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમા જોવા મળી શકે છે.  કે અક્ષર પટેલની જગ્યાએ વોશિંગ્ટન સુંદર ફાઈનલ રમી શકે છે. Cricbuzz અનુસાર, અક્ષર પટેલ ભારત-શ્રીલંકા ફાઈનલ મેચમાંથી બહાર થઈ શકે છે. જ્યારે વોશિંગ્ટન સુંદરનો પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ થઈ શકે છે.

અક્ષર 34 બોલમાં 42 રન બનાવવામાં સફળ રહ્યો, જેમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. તે બે નોંધપાત્ર ભાગીદારીમાં પણ સામેલ હતો, પ્રથમ શુભમન ગિલ (સાતમી વિકેટ માટે 39 રન) અને બાદમાં શાર્દુલ ઠાકુર (આઠમી વિકેટ માટે 40 રન) સાથે, જેણે ભારતની રમત જીતવાની આશા જીવંત રાખી. જો કે, અંતિમ ઓવરમાં તે આઉટ થતાં તે આશાઓ પર પાણી ફરી વળ્યું હતું.  હવે ફાઇનલ મેચ માટે ટીમમાં સુંદર ચોક્કસ પણ રમશે તેમ ક્રિકબસ દ્વારા જણાવા મળી રહ્યુ છે. સુંદર પણ એક સારો સ્પિનર  અને બેટર પણ કરી શકે છે જેથી ટીમ ઓલરાઉન્ડરને રિલ્પેસ કર્યો છે.

ઓફબ્રેક બોલિંગ કરનાર અને ડાબા હાથે બેટિંગ કરનાર સુંદરે આ વર્ષે જાન્યુઆરીમાં ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે છેલ્લી વનડે રમી હતી, પરંતુ 15 સભ્યોની અસ્થાયી વર્લ્ડ કપ ટીમમાં તે ચૂકી ગયો હતો.સુંદર, જો ફાઈનલ માટે પસંદ કરવામાં આવે તો, શ્રીલંકાના ડાબા હાથની સામે તેની ઓફસ્પિન સાથે કોલંબોમાં અત્યાર સુધી જે મદદરૂપ ટ્રેક રહ્યો છે તે કામમાં આવી શકે છે.


Related Posts

Load more