ભારતમાં સરકાર પંચાયતથી લઈને સંસદ સુધીની ચૂંટણીઓ એકસાથે કરાવવાની દિશામાં સતત આગળ વધી રહી છે. હાલમાં જ આ માટે એક કમિટીની રચના કરવામાં આવી હતી, જેનું નેતૃત્વ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે. આ સમિતિમાં ગૃહમંત્રી અમિત શાહ અને કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરી સહિત સાત લોકોના નામ સામેલ છે. જોકે, અધીર રંજને તેમાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો છે.હવે સૂત્રોને ટાંકીને સમાચાર આવી રહ્યા છે કે આજે તેની પ્રથમ બેઠક રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં તેમના નિવાસસ્થાને યોજાવા જઈ રહી છે.
રાહુલ ગાંઘીએ એક દેશ એક ચૂંટણી કાયદાનો વિરોધ કર્યો છે. રાહુલ ગાંધીએ આ કાયદાથી ભારતીય સંઘ અને તમામ રાજય પર રાજકીય હુમલો ગણાવ્યો છે. રાહુલ ગાંઘીએ ટ્વીટ કરી કહ્યુ કે, ભારત રાજયોના એક સંઘ છે. એક દેશ એક ચૂંટણી થી તમામ રાજયો પર રાજકીય હુમલો છે.
આ મુદ્દો વિપક્ષને પરેશાન કરી શકે છે. જો એક દેશ, એક ચૂંટણીનું શાસન લાગુ કરવામાં આવે તો પશ્ચિમ બંગાળમાં TMC, કોંગ્રેસ અને ડાબેરી પક્ષો વચ્ચે લોકસભા અને વિધાનસભા ચૂંટણી બંને માટે ગઠબંધન મુશ્કેલ બની શકે છે. આ ઉપરાંત પંજાબ અને દિલ્હીમાં પણ AAP અને કોંગ્રેસ વચ્ચે સંઘર્ષ થવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે સમાજવાદી પાર્ટી મધ્યપ્રદેશ ચૂંટણીમાં કેટલીક સીટો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી ચૂકી છે.