વિશ્વકપ નજીક આવી રહ્યો છે મોટા ભાગના દેશોએ તેમની ટીમની જાહેરાત કરી દીધી છે ક્રિકેટ પ્રેમીઓ પણ ભારતની ટીમના સભ્યોના નામ જાણવા આતુર છે . ત્યારે અમે તમને જણાવી દઇએ કે ક્યારે થશે ટીમની જાહેરાત .
ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત આવતીકાલે એટલે કે મંગળવાર 5 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવનાર છે. આ પહેલા આજે એટલે કે સોમવાર 4 સપ્ટેમ્બરે વર્લ્ડ કપ ટીમ માટે ટીમ મીટિંગ થશે. ભારત અને નેપાળ વચ્ચે ચાલી રહેલી મેચ બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા, કોચ રાહુલ દ્રવિડ, પસંદગીકારો અને અન્ય અધિકારીઓ તેમાં ભાગ લેશે અને ટીમને ફાઈનલ કરવામાં આવશે.
મળતા અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, એશિયા કપ 2023 માટે પસંદ કરાયેલી 18-સભ્યોની ટીમમાં (ટ્રાવેલિંગ રિઝર્વ સંજુ સેમસન સાથે) 15 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવશે. જે ત્રણ ખેલાડીઓને અંતિમ પંદરમાંથી બહાર રાખવાના છે તેમાં ફાસ્ટ બોલર ફેમસ કૃષ્ણા, બેટ્સમેન તિલક વર્મા અને વિકેટકીપર સંજુ સેમસનના નામ સામેલ છે. આ સિવાય ટીમમાં અન્ય તમામ ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે.
બેઠકમાં સૂર્યકુમાર યાદવ પર પણ ચર્ચા થઈ શકે છે, કારણ કે તેનું ફોર્મ સારું નથી, જ્યારે તેણે વનડે ફોર્મેટમાં બોલિંગ કરી નથી. આવી સ્થિતિમાં તિલક વર્માને ધ્યાનમાં લઈ શકાય, કારણ કે તે ડાબોડી બેટ્સમેન છે અને વર્તમાન ટીમના મોટાભાગના બેટ્સમેન જમણા હાથના છે. આવી સ્થિતિમાં મિડલ ઓર્ડરમાં ડાબા હાથના બેટ્સમેનની જરૂર પડશે તો તિલક વર્મા ઉપલબ્ધ રહેશે. તે પાર્ટ ટાઈમ સ્પિનર પણ છે.