ગુજરાતમાં સૌપ્રથમ વખત 75 લાખના કલાત્મક હિંડોળા બનાવવામાં આવ્યા હતા. આ કલાત્મક હિંડોળા શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. 5 કલાકની મહેનત બાદ ચલણી નોટના કલાત્મક હિંડોળા તૈયાર કરાયા હતા. જેમાં ભારતીય ચલણી નોટો અને અમેરિકન ડોલરની ચલણી નોટોનો પ્રથમવાર ઉપયોગ કરાયો હતો. આ 75 લાખની ચલણી નોટના હિંડોળાનાં દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા.
10 થી 500 સુધીની ચલણી નોટોનો ઉપયોગ કરાયો
ગોધરાના વૃતાલય વિહારમ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ભારતીય ચલણની રૂપિયા 10થી લઇ 500 સુધીની ચલણી નોટોનો તેમજ પ્રથમવાર વિદેશી ચલણી નોટોનો ઉપયોગ કરી 75 લાખની ચલણી નોટોના કલાત્મક હિંડોળા બનાવવામાં આવ્યા હતા. જેમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વિવિધ પ્રકારે ભગવાનને લાડ લડાવી રાજી કરવાનો અને કૃપા મેળવવાનો ભક્તો ભક્તિભાવે પ્રયાસ કરે છે.
758 લાખની ચલણી નોટો ડોલરના કલાત્મક હિંડોળા બનાવાયા
આવા ભક્તિમય માહોલમાં પવિત્ર એકાદશીના દિવસે ભગવાનને હિંડોળામાં ઝુલાવીને ભક્તિ કરવા ભક્તોએ ભગવાન શ્રી સ્વામિનારાયણના આઠમા વશંજ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના સમર્થ આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજના 75મા વર્ષમાં મંગલપ્રવેશ અને અમૃત મહોત્સવ નિમિત્ત ગોધરા વૃતાલય વિહારમ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે 75 લાખની ચલણી નોટો અને ડોલરના કલાત્મક હિંડોળા બનાવવામાં આવ્યા હતા. જેનો ગોધરા નગરની ધર્મપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો હતો.
હિંડોળાનાં દર્શન માટે શ્રદ્ધાળુઓમાં અનેરું આકર્ષણ
આ હિંડોળામાં ભારતીય ચલણની અલગ અલગ ચલણી નોટોનો ઉપયોગ કરાયો હતો. આ ઉપરાંત વિદેશી ચલણી નોટોનો પણ પ્રથમવાર ઉપયોગ કરી કલાત્મક હિંડોળા બનાવવામાં આવ્યા હતા. આ ચલણી નોટના હિંડોળાનાં દર્શન કરવા ગોધરા શહેરના લોકો મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા. ગોધરા શહેરમાં પ્રથમ વખત 75 લાખના કલાત્મક હિંડોળા બનાવવામાં આવ્યા હતા.