મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે અયોધ્યા પહોંચ્યા હતા.. તેમણે બની રહેલા રામ મંદિરના બાંધકામને નિહાળ્યું હતું અને જાણકારી મેળવી હતી. તેમણે રામલલ્લાનાં દર્શન કર્યા હતા. તેમણે સાકેત નિવાસી મહંત રામચંદ્ર પરમહંસ દાસજી મહારાજની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
સીએમ યોગીએ મંદિર નિર્માણકાર્યની સમીક્ષા કરી
મુખ્યમંત્રી આદિત્યનાથ આજે અયોધ્યા પહોંચશે અને શ્રીરામ જન્મભૂમિ સંકુલમાં પૂજા કરી હતી. તેમણએ અયોધ્યાનાં વિકાસકાર્યોને લઈને સમીક્ષા બેઠક પણ કરી હતી. તેઓ અયોધ્યામાં બે કલાકના રોકાણ બાદ લખનઉ જવા રવાના થશે.
તેમણે કહ્યું હતું, રામ મંદિર બન્યા બાદ અયોધ્યાનો વૈભવ સમગ્ર દુનિયા જોશે. તેમણે ગઈકાલે પહેલી વખત ભગવાન રામના નાના ભાઈ ભરતના તપશ્ચર્યા સ્થળે પહોંચ્યા હતા.
મુખ્યમંત્રીએ અયોધ્યામાં રામલલ્લાની પૂજા કરી
ભગવાનની પૂજા-અર્ચના કરીને તેમણે જ્યાં એક તરફ પોતાની આસ્થા અર્પણ કરી ત્યાં બીજી તરફ વિકાસકાર્યોની સમીક્ષા બેઠક કરીને શાસકીય જવાબદારીઓ નિભાવી. તેમણે અયોધ્યાવાસીઓ સાથે પોતાનો સંબંધ જણાવી હનુમાનગઢી પર લોકોનું અભિવાદન કર્યુ. તેમણે અયોધ્યા પ્રવાસની શરૂઆત સંકટ મોચનનાં દર્શન-પૂજન સાથે કરી. તેમણે હનુમાનગઢીમાં બજરંગબલીનાં દર્શન કર્યાં, જે બાદ મુખ્યમંત્રીએ રામલલ્લાનાં દર્શન અને આરતી કરી.
મંદિરના શ્રમિકોના હાલચાલ પૂછ્યા
રામલલ્લાનાં દર્શન ઉપરાંત મુખ્યમંત્રીએ રામ મંદિર નિર્માણની પ્રગતિ વિશે જાણકારી મેળવી. ટ્રસ્ટ અને નિર્માણ એજન્સી સાથે જોડાયેલા લોકોએ મુખ્યમંત્રીને મંદિર નિર્માણની પ્રગતિની જાણકારી આપી. તેમણે રામજન્મભૂમિ પરિસરમાં કાર્યરત શ્રમિકોના હાલચાલ પૂછ્યા. દર્શન-પૂજન ઉપરાંત તેમણે સભાગૃહમાં રામનગરીની વિકાસ યોજનાઓની સમીક્ષા કરી.