Surat: સચિનમાં વીજ કરંટથી ઈલેક્ટ્રિશિયનનું મોત

By: nationgujarat
28 Jul, 2023

Surat News: ડાયમંડ નગરી સુરતમાં એક કરૂણ ઘટના બની છે. સચિન વિસ્તારમાં ઇલેક્ટ્રિશિયનનું કરંટ લાગતા મોત થયું છે. 30 વર્ષીય વિજય ચિત્તે પ્રરપલ નામની કંપનીમાં 10 વર્ષથી નોકરી કરતો હતો. તે સચિન ખાતે શ્રીકૃષ્ણ સ્ટીલ  કંપનીમાં ઇલેક્ટ્રીશન નું કામ કરવા ગયો હતો, કામ દરમિયાન વીજ કરંટ લાગતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મૃતક વિજય ચિત્તે સચિન ખાતે આવેલા સરસ્વતી આવાસમાં પત્ની, 2 સંતાન સાથે રહેતો હતો. કરંટ લાગતા વિજયનું અચાનક મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થયો હતો. સચિન જીઆઇડીસી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.સુરત શહેરમાં વરસાદના લીધે પાણી અને મચ્છરજન્ય રોગચાળો બેકાબુ બન્યો છે. જેને લીધે ગોપીપુરામાં ઝાડા થયા બાદ 8 માસની બાળકી અને અલથાણમાં તાવ આવ્યા બાદ તબિયત બગડતા આધેડનું મોત થયું હતું. નવી સિવિલથી મળેલી વિગત મુજબ અલથાણમાં ડી.આર.બી કોલેજ પાસે એસ.એમ.સી આવાસમાં રહેતા 50 વર્ષીય હરીહર ગોંડને છેલ્લા ત્રણ દિવસથી તાવ આવતો હતો. જોકે આજે ગુરુવારે સવારે તેની તબિયત વધુ બગડતા સારવાર માટે નવી સિવિલમાં લાવ્યા હતા. જયાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. બીજા બનાવમાં ગોપીપુરામાં કાજીનું મેદાન પાસે અલસિદીકી એપાર્ટમેન્ટમાં રહેતા એઝાઝ ખાનની આઠ માસની પુત્રી ગોશીયાબાનુને આજે ગુરુવારે ઝાડા શરૃ થયા હતા. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ બાદ નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરી હતી.


Related Posts

Load more