નવી દિલ્હી તા.27 : તમારા બાળકનું શાળાનું એડમીશન હોય કે પછી તમારૂ ડ્રાઈવીંગ લાયસન્સ કઢાવ્યું હોય કોઈપણ સરકારી કામકાજ કે નોકરી માટે ઢગલાબંધ દસ્તાવેજો જેમકે આધાર, સ્કુલ લીવીંગ, બર્થ સીર્ટી વિ. બેઝીક ગણી શકાય તેવા ડોકયુમેન્ટ આપવા પડે છે. પાસપોર્ટ માટે પણ તેવીજ સ્થિતિ છે પણ જેમ સરકારે આધારથી અનેક નાના મોટા ડોકયુમેન્ટની આવશ્યકતા નહી હોવાનો સીલસીલો શરૂ કર્યો છે પણ હવે સરકાર બર્થ સર્ટીફીકેટને બેઝીક ડોકયુમેન્ટ તરીકે અને ઓલ-ઈન-વન તરીકે ઉપયોગમાં લઈ શકાય
તેવા એક કાનૂની ખરડા સાથે લોકસભામાં આવી છે. સરકાર હવે જન્મ-મરણના રજીસ્ટ્રેશનને એક પરફેકટ ડોકયુમેન્ટ તરીકે બનાવવા આગળ વધી રહી છે અને આ માટે એક ડીજીટલ ડેટાબેઈજ તૈયાર થશે અને તેમાં બર્થ સર્ટી.ને બેઝીક ડોકયુમેન્ટ તરીકે ગણીને તમારે આ એક માન્ય દસ્તાવેજથી જ બાળકને શાળામાં, કોલેજમાં એડમીશન- આધારકાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, પાસપોર્ટ વિ. મળી જશે. સરકારે લોકસભામાં રજીસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ (સુધારા) એકટ 2023 રજૂ કર્યા છે. જો કે વિપક્ષે આ ખરડાનો વિરોધ કરીને તેને વ્યક્તિગત ગુપ્તતાના અધિકારના ભંગ સમાન ગણાવ્યું હતું. આ ખરડા હેઠળ બાળકના જન્મની નોંધ કરાવવા માતા-પિતાના ‘આધાર’ની માહિતી આપવી પડશે
અને પછી જે કેસ બનશે તે નેશનલ ડેટાબેઈઝ હશે. હાલ આ સ્થિતિ ફકત રાજયકક્ષાએ છે અને તે જ રીતે મૃત્યુ સમયે જે તે ડેટામાં આધારકાર્ડના આધારે નોંધણી થતા જ તે વ્યક્તિની ડેટા સામે મૃત્યુ નોંધ થઈ જશે જે પછી કદી લાઈવ-ડેટા તરીકે ઉપયોગમાં લઈ શકાશે નહી. આ તમામ પ્રક્રિયા ડીજીટલ અને ઈલેકટ્રોનિકસ મોડમાં હશે અને તેમાં સર્ટીફીકેટ ઈસ્યુ કરવા માટે કોઈ ચાર્જ લેવાશે નહી. આ એક જ રજીસ્ટ્રેશન દેશની સાચી જનસંખ્યા જ નહી પણ અનેક પ્રકારના વિશ્ર્લેષણ થઈ શકે તેવા ડેટા પણ મળશે.